
બે મહિનામાં જ ગુમ હૈ કિસી કે પ્યાર મેંમાંથી સત્યાની છુટ્ટી
મુંબઈ, ગુમ હૈ કિસી કે પ્યાર મેંના દર્શકો હજી માંડ ઐશ્વર્યા શર્મા, જે ‘પાખી’ના પાત્રમાં હતી, તેણે શો છોડી દીધો હોવાની હકીકતમાંથી બહાર આવ્યા છે ત્યાં તેમને વધુ એક આંચકો મળવાનો છે. લેટેસ્ટ ખબર પ્રમાણે, શોમાં ખૂબ જલ્દી લીપ આવવાનો છે અને તે બાદ કાસ્ટમાં ધરખમ ફેરફાર જોવા મળશે.
GHKKPMમાં લીપ બાદ આયશા સિંહ (સઈ), નીલ ભટ્ટ (વિરાટ) પણ નહીં જોવા મળે. સૌથી નવાઈની વાત તો એ છે કે, હર્ષદ અરોરા, જેની એન્ટ્રી માંડ હજી બે મહિના પહેલા થઈ હતી તેનું પણ પત્તું કપાવાનું છે. તે હાલ સત્યાનું પાત્ર ભજવી રહ્યો છે. શો સાથે સંકળાયેલા સૂત્રો પહેલાથી જ આ વાતની પુષ્ટિ કરી રહ્યા છે અને હાલમાં આયશાએ પણ તે ખૂબ જલ્દી શોમાં નહીં જોવા મળી તેમ કહી ચૂકી છે. હવે, હર્ષદે તેના સોશિયલ મીડિયા પર એક ફેરવેલ પોસ્ટ શેર કરી છે. હર્ષદ અરોરાએ ઈન્સ્ટાગ્રામ પર જે વીડિયો શેર કર્યો છે,
તેમાં તે બ્લેક કલરના સૂટમાં છે અને સેલ્ફી લઈ રહ્યો છે. આ સાથે કેપ્શનમાં લખ્યું છે#satya #gumhaikisikeykepyaarmeiin @starplus #farewell #astalavista. એક્ટર હવેGHKKPMમાં નહીં જોવા મળે તે વાતથી તેના ફેન્સ ચિંતિત થયા છે. એક ફેને કોમેન્ટ કરી છે ‘શું તે તારો લાસ્ટ શોટ આપી દીધો? શું આગામી અકસ્માતમાં શું પીડિત બનવાનો છે?’ તો એક ફેને લખ્યું ‘અમે તને પ્રેમ કરીએ છીએ રોકસ્ચાર. સ્ક્રીન પર સત્યાને જોવાનું મિસ કરીશું. તે આ પાત્રને ખરેખર શ્રેષ્ઠ આપ્યું.
તું આગામી પ્રોજેક્ટમાં પણ સારું જ કરીશ. ખૂબ બધો પ્રેમ’, તો એક તેના ફેન પેજે કોમેન્ટ કરી છે ‘મિસ યુ હર્ષુ, ગોડ બ્લેસ યુ. ટીવી પર જલ્દી પાછો આવજે. અમે હંમેશા તારી સીથે છીએ’, એકે લખ્યું ‘અત્યારથી બાય ન કહે, અમારું દિલ દુખાઈ રહ્યું છે’. તો કેટલાક ફેને તેની એન્ટ્રી બાદ જ ‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં’ જોવાની મજા આવી હોવાનો ઉલ્લેખ કર્યો.
ખબરોનું માનીએ તો,GHKKPMની કહાણી ૨૦ વર્ષ આગળ વધશે અને બાદમાં આયશા સિંહ, નીલ ભટ્ટ તેમજ હર્ષદ અરોરા નહીં જોવા મળે. તેવા રિપોર્ટ્સ હતા કે, ત્રણેય કલાકારો તેમની મોટી ઉંમરની વ્યક્તિનું પાત્ર ભજવતા માગતા નથી. આ સિવાય તેમની ફી વધારવાની ડિમાન્ડ હતી જે મેકર્સે પૂરી કરી નથી. જો કે આયશાએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, જે કંઈ વાતો વહેતી થઈ છે તે ખોટી છે અને તેમાં કોઈ સત્ય નથી. શોની કહાણીને આગળ વધારવાની છે અને તેથી તે બહાર થઈ રહી છે.