
સારા અલી ખાન અને શુભમન ગિલ વચ્ચે ડેટિંગની ચર્ચા ચાલી રહી છે
મુંબઈ, IPL 2023માં હાર્દિક પંડ્યાની ટીમ ‘ગુજરાત ટાઈટન્સ’ પોઈન્ટ ટેબલમાં ૧૨ અંક સાથે ટોપ પર છે. આ ટીમમાં શુભમન ગિલ પણ છે. બોલિવુડ એક્ટ્રેસ સારા અલી ખાન અને ક્રિકેટર શુભમન ગિલ વચ્ચે પ્રેમ પાંગર્યો હોવાની વાત નવી નથી. બંને કેટલીયવાર સાથે જાેવા મળ્યા છે. આ દરમિયાન સારા અલી ખાને કંઈક એવું કહી દીધું છે જે શુભમનના ફેન્સને નિરાશ કરી શકે છે. સારા અલી ખાનને હાલમાં જ આઈપીએલની તેની ફેવરિટ ટીમ અંગે પૂછવામાં આવ્યું હતું. આ પ્રશ્નનો જવાબ સાંભળીને કદાચ શુભમનને પણ ઝટકો લાગી શકે છે. સારા અલી ખાન બુધવારે એકાના સ્ટેડિયમમાં લખનઉ સુપર જાયન્ટ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચેની મેચ જાેવા પહોંચી હતી.
આ દરમિયાન તેને IPL 2023માં તેની ફેવરિટ ટીમ અંગે સવાલ કરવામાં આવ્યો હતો. જેના સારા અલી ખાને ફટાક દઈને જવાબ આપતાં મુંબઈ ઈન્ડિયન્સનું નામ લીધું હતું. સારાએ ગુજરાત ટાઈટન્સનું નામ લેવાના બદલે મુંબઈ ઈન્ડિયન્સનું નામ લેતાં શુભમન ગિલના ફેન્સને ઝટકો લાગી શકે છે. જણાવી દઈએ કે, શુભમન ગિલ ગુજરાત ટાઈટન્સ તરફથી IPL 2023માં રમે છે.
સારા અલી ખાન પોતાની લવ લાઈફને લઈને હંમેશાથી ચર્ચામાં રહે છે. પહેલા તેનું નામ કાર્તિક આર્યન સાથે જાેડાયું હતું. આ સિવાય
દિવંગત એક્ટર સુશાંત સિંહ રાજપૂત સાથે પણ તેનું નામ જાેડાયું હતું. જાેકે, ગત વર્ષે સારા અલી ખાને ‘કોફી વિથ કરણ ૭’માં જણાવ્યું હતું કે, હાલ તે સિંગલ છે. પરંતુ છેલ્લા થોડા મહિનાથી શુભમન ગિલ સાથે સારાનો મેળાપ વધી રહ્યો છે તે જાેતાં લાગી રહ્યું છે કે, સારા સિંગલમાંથી મિંગલ થવા તૈયાર છે. સારા અલી ખાન અને શુભમન ગિલના ડેટિંગની ચર્ચા સૌથી પહેલા ઓગસ્ટ ૨૦૨૨માં શરૂ થઈ હતી. બંને એક રેસ્ટોરાંમાં સાથે જાેવા મળ્યા હતા.
બંનેનો રેસ્ટોરાંનો વિડીયો ખૂબ વાયરલ થયો હતો. સારા અને શુભમને સાથે જાેવા મળ્યા છતાં પોતાના સંબંધ પર મહોર મારી નથી. મુંબઈ બાદ સારા અલી ખાન અને શુભમન ગિલ ઓક્ટોબર ૨૦૨૨માં દિલ્હીની એક હોટેલમાંથી પણ તેઓ બહાર નીકળતા દેખાયા હતા. એ મહિને જ બંને ફ્લાઈટમાં એકસાથે મુસાફરી કરતાં જાેવા મળ્યા હતા. આ ત્રણ મુલાકાતો પછી ચર્ચા જાેર પકડવા લાગી કે સારા અને શુભમન રિલેશનશીપમાં છે.
આ જ દરમિયાન શુભમન ગિલનો એક ઈન્ટરવ્યૂ પણ આવ્યો જેમાં પંજાબી એક્ટ્રેસ સોનમ બાજવના ચેટ શો ‘દિલ દિયાં ગલ્લાં’માં શુભમને એવું નિવેદન આપ્યું, જે ચર્ચામાં રહ્યું હતું. શોની હોસ્ટ સોનમ બાજવાએ ક્રિકેટરને સવાલ કર્યો કે, શું તે સારા અલી ખાનને ડેટ કરી રહ્યો છે? જવાબ આપતાં તેણે કહ્યું હતું કે, ‘બની શકે..’. જે બાદ સોનમને તેને ચીડાવતા કહ્યું હતું કે, “સારા કા સારા સચ બોલો.” આ વાત સાંભળીને શુભમન શરમાયો હતો અને કહ્યું હતું કે, બધું જ સાચું કહી દીધું છે…કરતો પણ હોઉં અને કદાચ નહીં પણ.