સપને સુહાને લડકપન કે શોમાં કામ કરતી હતી દીકરી, અહીં તરછોડી દીધી

ફિલ્મી દુનિયા

મુંબઈ, પટનાની કાલી ઘાટી પર ભીખ માગી રહેલા એક વૃદ્ધ મહિલાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. મહિલાને જ્યારે તેમના ઠેકાણાં વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું, મારું નામ પૂર્ણિમાદેવી છે. હું દાર્જિલિંગમાં રહેતી હતી. વિડીયો બનાવનારા શખ્સે પૂછયં કે, તેઓ અહીં પટનામાં કેમ બેઠા છે? ત્યારે વૃદ્ધાંએ કહ્યું, *મારા બાળકો મારી સંભાળ નથી લેતા. તેઓ મને ભૂલી ગયા છે. મને સવાલ ના કરો.* જોકે, વિડીયોમાં આગળ એવી વાતનો ખુલાસો થયો જે ચોંકાવી દેશે.

મહિલાને તેમની દીકરી વિશે પૂછવામાં આવતાં તેમણે કહ્યું કે, તે ટીવી શોમાં કામ કરે છે. મહિલાએ દાવો કર્યો કે, તેમની દીકરી મુંબઈમાં રહે છે અને તેણે ટીવી શો ‘સપને સુહાને લડકપન કે’માં કામ કર્યું હતું. મહિલા પાસેથી વધુ જાણકારી લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો તો તેઓ રડવા લાગ્યા અને કહ્યું, મહેરબાની કરીને મને વધુ સવાલ ના પૂછો. હું આ વિશે વાત નથી કરવા માગતી.* મહિલાએ જણાવ્યું કે, તેમના સંતાનોએ તેમને કાલી ઘાટી પાસે તરછોડી દીધા હતા.

દાર્જિલિંગમાં તેઓ કયાં રહેતા હતા અને તેમના સંતાનો કોણ છે તેની ચોક્કસ માહિતી સામે આવી નથી. જોકે, વાયરલ થયેલા વિડીયોમાં એક્ટ્રેસનું નામ તો સામે નથી આવ્યું. ફક્ત એટલી ખબર પડી છે કે, ૧૧ વર્ષ પહેલા તેણે આ શોમાં એક પાત્ર ભજવ્યું હતું. ૨૦૧૨માં પ્રસારિત થયેલી સીરિયલ ‘સપને સુહાને લડકપન કે’માં એક્ટ્રેસ રૂપલ ત્યાગી અને મહિમા મકવાણા લીડ રોલમાં હતા. આ શોમાં મોટી કાસ્ટ હતી એટલે આ મહિલાની દીકરી કોણ છે તેને ઓળખવું મુશ્કેલ છે.

હાલ તો એટલી જ પ્રાર્થના કરી શકીએ કે આ મહિલાનો ભેટો તેનો પરિવાર સાથે જલ્દી જ થઈ જાય. થોડા વર્ષ પહેલા ‘સપને સુહાને લડકપન કે’ની એક્ટ્રેસ રૂપલ ત્યાગીએ ઈન્સ્ટાગ્રામ પેજ પર ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીના પાખંડનો ખુલાસો કર્યો હતો. તેણે ઈન્સ્ટા પોસ્ટમાં કહ્યું હતું કે, ટીવી સીરિયલ્સના મેકર્સ પોતાના શો સારા ચાલી રહ્યા હોવાનું બતાવે છે પરંતુ જ્યારે મહિલાઓના પાત્રને દર્શાવવાની વાત આવે ત્યારે તેઓ ભેદભાવ કરે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.