સના ખાન જૂન મહિનામાં બાળકને જન્મ આપશે

ફિલ્મી દુનિયા

મુંબઈ, એક્ટિંગની દુનિયાને અલવિદા કહી ૨૦૨૦માં સુરતના મૌલમી મુફ્તી અનસ સૈયદ સાથે નિકાહ કરી ફેન્સને ચોંકાવનારી સના ખાન પ્રેગ્નેન્ટ છે. જી હા, તમે બિલકુલ સાચું વાંચ્યું. એક ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં કપલે પોતે જ આ વાત કન્ફર્મ કરી છે કે તેઓ ખૂબ જલ્દી માતા-પિતા બનવાના છે. સનાએ કહ્યું કે, તે મા બનવા માટે ઉત્સાહિત છે અને બાળકને હાથમાં લેવાની રાહ જોઈ શકતી નથી. હકીકતમાં, શો દરમિયાન સનાએ બાળકો વિશે વાત કરી હતી અને જ્યારે તે આ દુનિયામાં આવશે ત્યારે શું બનાવવા માગે છે તે અંગે જણાવ્યું હતું. જ્યારે હોસ્ટ દ્વારા શું તેઓ પેરેન્ટ્સ બનવાના છે તેમ પૂછવામાં આવ્યું હતું ત્યારે સનાએ તેનો સીધો જવાબ આપ્યો નહોતો પરંતુ અનસે કહ્યું હતું કે, તેમણે હજી સુધી આ જાહેરાત કરી નથી

પરંતુ આ મંચ પરથી બધાને ખુશખબરી આપવા માગે છે. અનસે આ સાથે જણાવ્યું હતું કે, જૂન મહિનાના અંતમાં તેમને ત્યાં બાળકની કિલકારી ગુંજશે. તેનો અર્થ એ થયો કે સના પહેલા ટ્રાયમેસ્ટરમાં છે. મા બનીને તે કેવું અનુભવશે તેમ પૂછવામાં આવતાં સનાએ કહ્યું હતું કે ‘હું ખુશ છું અને બાળકની રાહ જોઈ રહી છે. આ અમારી એક અલગ જર્ની છે. આ દરમિયાન ઘણીવાર ઈમોશનલ થઈ છું અને બાળકને હાથમાં લેવા માટે તત્પર છું’. આ સાથે તેણે તેવો પણ ખુલાસો કર્યો હતો કે, તેના ગર્ભમાં ટ્વિન્સ બાળકો નથી. પરંતુ ભવિષ્યમાં તે વધુ બાળકો લાવવાનું પસંદ કરશે. ફેબ્રુઆરીની શરૂઆતમાં સના જ્યારે પતિ સાથે ઉમરા ગઈ હતી ત્યારે જ તેની પ્રેગ્નેન્સીની અટકળો શરૂ થઈ ગઈ હતી. સના ખાનનો ઉછેર મુંબઈમાં થયો છે.

તેના પિતા મલયાલી મુસ્લિમ છે જ્યારે તેના તેના માતા સઈદા મુંબઈના છે. તેણે ૨૦૦૫માં લો-બજેટ એડલ્ટ ફિલ્મ ‘યે હૈ હાઈ સોસાયટી’થી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. ત્યારબાદ તે ટીવી જાહેરાતોમાં દેખાવા લાગી હતી. તેણે સાઉથની કેટલીક ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. વિવાદાસ્પદ રિયાલિટી શો ‘બિગ બોસ ૬’માં ભાગ લીધા બાદ તે સલમાન ખાન સાથે ફિલ્મ ‘જય હો’માં જોવા મળી હતી. ૨૦૧૯માં સના ખાને કોરિયોગ્રાપર મેલ્વિન લુઈસ સાથેના તેના સંબંધોને કન્ફર્મ કર્યા હતા. જો કે, તેમનો આ પ્રેમ વધારે સમય ટકયો નહીં અને ફેબ્રુઆરી ૨૦૨૦માં બંનેના રસ્તા અલગ થયા હતા. તે બાદ સનાએ લુઈસ પર દગો આપવાનો અને તેનું અફેર કોઈની સાથે ચાલી રહ્યું હોવાનો આરોપ લગાવ્યો હતો. ૮ ઓક્ટોબર ૨૦૨૦માં તેણે સોશિયલ મીડિયા પર સ્ટેટમેન્ટ શેર કરીને ઈન્ડસ્ટ્રી છોડવાનો નિર્ણય લઈને બધાને ચોંકી દીધા હતા. ૨૧ નવેમ્બરે ૨૦૨૦ના રોજ સનાએ અનસ સાથે નિકાહ કર્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.