સલમાનની પત્ની-૧૭ વર્ષની પુત્રી દુબઈમાં?, અભિનેતાએ કહ્યું- ભાઈ મારી કોઈ પત્ની નથી

ફિલ્મી દુનિયા
ફિલ્મી દુનિયા 50

મુંબઈ,
બોલીવુડના સુપરસ્ટાર સલમાન ખાનની ગણતરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં મોસ્ટ હેન્ડસમ બેચલર તરીકે પણ થાય છે. દબંગ ખાનના ચાહકો તેમને ફક્ત એક સવાલ કરતા રહે છે કે તે લગ્ન કયારે કરશે? સલમાન ખાનનું નામ આમ તો અનેક જાણીતી હિરોઈનો સાથે જાેડાયેલું છે પરંતુ લગ્નના મંડપ સુધી કોઈ સંબંધ પહોંચ્યો નથી.
આવામાં જાે કોઈ એમ કહે કે સલમાન ખાનના લગ્ન થઈ ગયા છે તો કદાચ જ કોઈ તેના પર વિશ્વાસ કરે. હાલમાં જ સલમાન ખાને આવા એક સવાલ પર મૌન તોડ્યું છે.
૨૧ જુલાઈથી શરૂ થયેલા આ શો પિંચમાં સલમાન ખાન ગેસ્ટ તરીકે આવ્યો હતો. આ શોનો ફોર્મેટ છે કે ગેસ્ટે તેમના પર કરવામાં આવેલી ટિ્‌વટ્‌સને વાંચી સંભળાવવાની હોય છે. સલમાનને આમ તો સો.મીડિયા પર પોઝિટિવ રિસ્પોન્સ જ મળતો હોય છે પરંતુ એક વ્યક્તિ એવો પણ હતો જેણે સલમાનના લગ્ન પર સવાલ કર્યો હતો.
આ વ્યક્તિએ કહ્યું હતું, સલમાન ખાનની સિક્રેટ ફેમિલી એટલે કે તેની વાઈફ અને એક ૧૭ વર્ષની પુત્રી છે. જે દુબઈમાં રહે છે. અરબાઝે પણ એક કોમેન્ટ વાંચી સંભળાવી જે કોઈએ સો.મીડિયા પર લખી હતી, ‘ક્યાં છૂપાઈ બેઠો છે ડરપોક, ભારતમાં બધા જાણે છે કે તુ દુબઈમાં તારી પત્ની નૂર અને ૧૭ વર્ષની પુત્રી સાથે છે. ભારતના લોકોને ક્યાં સુધી મુરખ બનાવીશ?’
આ કોમેન્ટ સાંભળ્યા બાદ સમલાન ખાન દંગ રહી ગયો. ત્યારબાદ તેણે કહ્યું, આ કોના માટે છે? અરબાઝે કહ્યું, આ બધું તેમના માટે લખાયું છે. જેના પર અભિનેતાએ કહ્યું, ‘આ લોકોને ઘણું બધુ ખબર છે. પણ આ બધુ બકવાસ છે. મને નથી ખબર કે આ કોના વિશે વાત થઈ રહી છે અને આ ક્યાં પોસ્ટ કરાઈ છે.’
સલમાન ખાને કહ્યું, ‘આ જે પણ છે, તેમને લાગે છે કે હું તેમને જવાબ આપવાનો છું. ભાઈ મારી કોઈ પત્ની નથી. હું ભારતમાં રહુ છું. ૯ વર્ષની ઉંમરથી ગેલેક્સી અપાર્ટમેન્ટમાં રહુ છું. હું આ વ્યક્તિને જવાબ આપીશ નહીં. સમગ્ર ભારતને ખબર છે કે હું ક્યાં રહું છું.’
સલમાન ખાનનો આ ઈન્ટરવ્યૂ ખુબ ચર્ચામાં આવી ગયો છે. અરબાઝ ખાનના આ શોમાં ફરાહ ખાન, કિયારા અડવાણી, અનન્યા પાંડે, ટાઈગર શ્રોફ અને રાજકુમાર રાવ જેવી હસ્તીઓ પણ ગેસ્ટ તરીકે જાેવા મળવાની છે. અરબાઝના શોની આ બીજી સીઝન છે. પહેલી સીઝન પણ ખુબ ચર્ચામાં રહી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.