સલમાન ખાનનો રોનાલ્ડો સાથેનો વિડીયો વાયરલ

ફિલ્મી દુનિયા

મુંબઈ, સલમાન ખાન અને રોનાલ્ડોનો વિડીયો હાલમાં ચારેબાજુ વાયરલ થઇ રહ્યો છે. સલમાન ખાનનો આ વિડીયો હાલમાં વાયુવેગે વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયોમાં સલમાન ખાન હેન્ડસમ લાગી રહ્યો છે. રિયાદમાં ટાયસન ફયૂરી અને ફ્રાન્સિસ નગનો વચ્ચે સ્સ્છ મેચમાં અનેક ફેમસ હસ્તીઓ સ્પોટ થઇ. મેચ દરમિયાન સલમાન ખાન, અબ્દુ રોજિક અને ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની અનેક તસવીરો અને વિડીયો હાલમાં ખૂબ વાયરલ થઇ રહ્યા છે, જેમાં સુપર સ્ટાર સલમાન ખાન રોનાલ્ડો અને એમની પત્ની જૉર્જીના રોડ્રિગેજ પાસે જોવા મળ્યા હતા. આમ, સલમાન ખાનની વાત કરવામાં આવે તો ભાઇજાન કોઇને કોઇ રીતે હંમેશા ચર્ચામાં રહેતા હોય છે.

જો કે આ વખતે પણ કંઇક આવું જ બન્યુ છે. સલમાન અને રોનાલ્ડોની તસવીર અને વિડીયો સોશિયલ મિડીયામાં ધડાધડ વાયરલ થઇ રહ્યા છે. મેચ દરમિયાન સલમાન ખાન અને રોનાલ્ડો એટલા ખોવાયેલા હતા કે એમને એ વાતની જાણ નથી કે એમની આસપાસ કોણ છે. અબ્દુ રોજિકે પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ ઇવેન્ટમાં બન્ને સુપર સ્ટાર્સ સાથે કેટલીક તસવીરો શેર કરી છે. આ વિડીયોમાં બ્લેક સૂટમાં સલમાન ખાન એકદમ હેન્ડસમ લાગે છે. વિડીયોમાં તમે સલમાનની સ્માર્ટનેસ જોઇને ફિદા થઇ જશો. ફિલ્મ ટાઇગર ૩માં સલમાન ખાન જાસૂસ ટાઇગર ઉર્ફે અવિનાશ સિંહ રાઠોડના રોલમાં જોવા મળશે.

આ ફિલ્મમાં કેટરીના કૈફ જોયાના રૂપમાં પાછી ફરી રહી છે જ્યારે ઇમરાન હાશ્મીની વાત કરવામાં આવે તો એ વિલેનના રોલમાં જોવા મળશે. ટાઇગર ૩ મુવી આ દિવાળીમાં ૧૨ નવેમ્બર રવિવારના રોજ રિલીઝ થશે. આ ફિલ્મ હિન્દી, તમિલ અને તેલુગુમાં રિલીઝ થવા માટે તૈયાર છે. રોનાલ્ડો બેસ્ટ ફૂટબોલરમાંથી એક માનવામાં આવે છે. રોનાલ્ડોને ફૂટબોલનાGOAT નો દરજ્જો આપવામાં આવ્યો છે. સોશિયલમિડીયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામમાં ૬૦૦ મિલિયનથી પણ વધારે ફોલોઅર્સ છે. રોનાલ્ડોને લઇને અનેક ઘણાં એવા રેકોર્ડ છે જે એમને ફૂટબોલના અસલી કિંગ બનાવે છે. આમ વાત કરવામાં આવે તો રોનાલ્ડો આજની યંગ જનરેશનમાં પણ ખૂબ ફેમસ છે. રોનાલ્ડ પોતાની આગવા અંદાજથી હંમેશા લોકોને ફિદા કરી દે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.