
પ્રભાસાની ધમાકેદાર એન્ટ્રી પર વાગી સીટીઓ, એક્શનથી ભરપૂર છે સાલારનું ટીજર
સાઉથ સ્ટાર પ્રભાસની ફિલ્મ આદિપુરૂષએ લોકોને નિરાશ કર્યા છે. આ ફિલ્મથી પ્રભાસના ચાહકોને વધારે ઉમ્મીદ હતી. પોતાના ચાહકોને ખુશ કરવા માટે પ્રભાસ પોતાની અપકમિંગ ફિલ્મ ‘સાલાર’ નું ટીજર લઇને આવ્યો છે. ‘ સાલાર’ નું ટિજર રીલીઝ થઇ ગયું છે. આ ફિલ્મને પ્રશાંત નીલે ડાયરેક્ટ કરી છે. ડાયરેક્ટર પ્રશાંત નીલે પ્રભાસ ને નવા અવતારમાં બધાની સામે રજૂ કર્યો છે.
એક મિનીટ 40 સેકેન્ડનાં ટીજર પરથી અંદાજો લગાવી શકાય છે કે આ ફિલ્મ એક્શનથી ભરપૂર ફિલ્મ છે. જેમાં પ્રભાસ એક્શન કરતાં જોવા મળશે. ‘સાલાર’ ફિલ્મને લઈને ચાહકો વધારે ઉત્સુક છે. આ ફિલ્મ ટીજર નો KGF ફિલ્મ સાથે ખાસ સંબંધ છે. ફિલ્મ મેકરે સવારે 5:12 વાગ્યે આ ફિલ્મનું ટીજર રીલીઝ કર્યું હતું. આ સમય પાછળ એક કનેશન છે. KGF ફિલ્મમાં જ્યારે રોકી સમુદ્રમાં ડૂબ્યો હતો ત્યારે તે 5:12 વાગ્યે ડૂબ્યો હતો. બન્ને ફિલ્મનાં આ કનેક્શન લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચે છે. પ્રભાસની આ ફિલ્મનો પહેલો ભાગ છે. આને મેકર્સે સાલાર સીજફયાર નામ આપ્યું છે. ૨૮ સપ્ટેમ્બરે આ ફિલ્મ અનેક ભાષામાં થિયેટરમાં રિલીઝ થશે.
ટીજરની શરૂઆતમાં મશહૂર ડાયરેક્ટર અને અભિનેતા ટીનુ આનંદ જોવા મળે છે. એ ઇંગ્લિશમાં કહે છે કે, ટાઈગર, ચિતા, એલીફેન્ટ, વેરી ડેન્જર બટ નોટ ઈન જુરાસિક પાર્ક’. જેના પછી પ્રભાસની ધમાકેદાર એન્ટ્રી જોવા મળે છે. પૃથ્વીરાજનો અંદાજ પણ લોકોને વધારે પસંદ આવ્યો છે. પ્રભાસ સિવાય ફિલ્મમાં શ્રુતિ હસન, પૃથ્વીરાજ સુકૂમારન અને જગપતી બાબૂ ની અહમ ભૂમિકા ભજવતાં જોવા મળશે.