એવોર્ડ શોમાં ઉર્ફીને મળીને ફસાઈ રૂપાલી ગાંગુલી

ફિલ્મી દુનિયા

મુંબઈ, કોઈ પણ એવોર્ડ શો એકસાથે ઘણા બધા એક્ટર્સને સાથે જોવા માટેનું બેસ્ટ ફંક્શન છે. મંગળવારે પણ એક એન્ટરટેન્મેન્ટ વેબસાઈટ દ્વારા એવોર્ડ ફંક્શન યોજવામાં આવ્યું હતું. જેમાં ઈમલી, યે રિશ્તા કયા કહેલાતા હૈ તેમજ અનુપમા સહિતની સીરિયલોની સાથે-સાથે અન્ય ચેનલ પર પ્રસારિત થતી સીરિયલોના કલાકારોએ હાજરી આપી હતી. આ એવોર્ડમાં બિગ બોસ પર્સનાલિટી રાખી સાવંત, ઉર્ફી જાવેદ અને અર્શી ખાન પણ હાજર રહ્યા હતા.

આ દિવસ સૌથી વધારે ખાસ રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્ના સ્ટારર અનુપમા માટે રહ્યો હતો. કારણ કે, તેને ઘણા એવોર્ડ્સ મળ્યા હતા. ફંક્શનના રેડ કાર્પેટ પરથી કેટલાક BTS વીડિયો સામે આવ્યા છે. જેમાંથી એક રાખી, ઉર્ફી અને રૂપાલીનો છે. વાત એમ છે કે, રાખી સાવંત મીડિયા સાથે વાતચીત કરી રહી હતી ત્યારે રૂપાલી ગાંગુલી પાસે ગઈ હતી. બંને બિગ બોસની પહેલી સીઝનથી એકબીજાને ઓળખે છે. તેઓ બંને ભેટયા હતા અને હાઈ-હલ્લો કર્યું હતું. આ સમયે રાખીએ તેમ પણ કહ્યું હતું કે, અનુપમા તેના માટે સૌથી મોટી વિનર છે. બંનેની વાતચીત ચાલી રહી હતી ત્યાં ઉર્ફી જાવેદ આવી ચડી હતી અને રૂપાલીને ભેટી હતી.

આ સાથે તેણે ફરિયાદ પમ કરી હતી. તેણે કહ્યું હતું કે, તે તેના મેસેજનો જવાબ આપતી નથી. જ્યારે રૂપાલીએ કહ્યું કે તેને કોઈ મેસેજ જ નથી મળ્યો ઉર્ફીએ તેના ફોન નંબર પર મેસેજ કર્યો હોવાનું કહ્યું હતું અને તે મેસેજ પણ દેખાડયો હતો. આટલું કહી તે ત્યાંથી જતી રહી હતી, બાદમાં રાખીએ મીડિયા સાથે વાત કરતાં કહ્યું હતું કે ‘હું આજે પોતે ટ્રોફી બનીને આવી છું અને મારો ફેવરિટ શો અનુપમા છે. હકીકતમાં આખા દેશનો ફેવરિટ શો છે. તો આ ટ્રોફી જાય છે અનુપમા. લઈ લે મને’. તે પછી બંને ખડખડાટ હસી પડી હતી. અવોર્ડ ફંક્શનમાં રૂપાલી ગાંગુલી પીળા કલરની સાડી પહેરીને આવી હતી અને વાળ તેણે બાંધીને રાખ્યા હતા.

જ્યારે ઉર્ફી જાવેદ હંમેશાની જેમ અતરંગી કપડામાં દેખાઈ હતી તો રાખી સાવંતે સિલ્વર કલરના ડીનેક બ્રાલેટની સાથે બ્લેક સ્કર્ટ પર પસંદગી ઉતારી હતી. વીડિયો વાયરલ થતાં સોશિય મીડિયા યૂઝર્સે મજા લીધી હતી. એક યૂઝરે લખ્યું હતું ‘રૂપાલી કયાં આ બંને વચ્ચે ફસાઈ ગઈ’, તો એક યૂઝરે લખ્યું હતું ‘રાખીએ તો ઉર્ફીને જબરી ઈગ્નોર કરી’, તો એકે લખ્યું હતું ‘બિગ બોસ સીઝન ૧ની બે કટ્ટર દુશ્મન’. આ સિવાય રૂપાલી ગાંગુલીના ફેન્સે તેના આઉટફિટના વખાણ કર્યા હતા અને સાદગીના કારણે જ તે બધાની પ્રિય બની ગઈ હોવાનો ઉલ્લેખ કર્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.