ડિપનેક ઓફ શોલ્ડર પહેરી રુબીનાએ ફ્લોન્ટ કરી બોલ્ડનેસ

ફિલ્મી દુનિયા

મુંબઈ, એક્ટ્રેસ રુબીના દિલૈક પોતાના દરેક લુકમાં ખૂબ જ કમાલ દેખાઈ રહી છે તેનો દરેક લુક ખૂબ જ ઝડપથી વાયરલ થવા લાગે છે. હાલમાં જ એક્ટ્રેસે પોતાના લેટેસ્ટ ફોટોશૂટના ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. આ તસવીરોમાં તેણીનો હૉટ લુક જોઈને ફેન્સ તેણીના વખાણ કરતાં થાકતા નથી. ફેન્સ સતત કોમેન્ટ્સ કરીને તેણીની તારીફ કરી રહ્યા છે.

રુબિના દિલૈકે પોતે શેર કરેલા આ ફોટોમાં મલ્ટીકલરનું ઓફ શોલ્ડર પહેરેલું જોવા મળી રહી છે. આ સાથે તેણીએ મલ્ટીકલરનું લોન્ગ સ્કર્ટ પણ પહેરેલું છે. પોતાના વાળને હેયરબેન્ડ વડે સ્ટાઇલ આપીને રુબિનાએ પોતાનો લુક કમ્પ્લિટ કર્યો હતો. આ સાથે તેણીએ લાઇટ મેકઅપ કરેલો પણ જોવા મળે છે. રુબીના દિલૈક આ તસવીરોમાં કેમેરા સામે ડિપનેક ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે.

આ સાથે તેણી ખૂબ જ શાનદાર બોલ્ડ પોઝ પણ આપી રહી છે. રુબીના દિલૈક સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને ઈન્સ્ટાગ્રામ પર તેની ફેન ફોલોઇંગ પણ ખૂબ વધારે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.