રોહન શ્રેષ્ઠાના પિતાએ શ્રદ્ધા કપૂર સાથે લગ્ન કરવાની મંજૂરી આપી…!!

ફિલ્મી દુનિયા

મુંબઇ,
શ્રદ્ધા કપૂર હાલમાં માલદીવ્સમાં છે ત્યારે તેનો જન્મદિવસ પણ હાલમાં જ ગયો. તેની તસવીરો અને વીડિયો પણ ખૂબ વાયરલ થયા છે. ત્યારે હાલમાં શ્રદ્ધા સાથે તેનો કથિત બોયફ્રેન્ડ રોહન શ્રેષ્ઠા પણ સાથે હતો. ત્યારે હવે શ્રદ્ધાના લગ્નની વાત સામે આવી રહી છે. આ પ્રસંગે રોહન શ્રેષ્ઠાના પિતા અને જાણીતા ફિલ્મ ફોટોગ્રાફર રાકેશ શ્રેષ્ઠાએ પણ આ લગ્ન વિશે વાત કરી છે.
રાકેશ શ્રેષ્ઠાએ કહ્યું કે રોહન તેની પ્રોફેશનલ લાઈફમાં ખુબ સારું કામ કરી રહ્યો છે. તમને ખબર છે કે તેણે પહેલા પોતાનો અભ્યાસ યોગ્ય રીતે પૂરો કરી લીધો હતો અને પછી કેમેરાને પ્રોફેશનલી હાથમાં પકડ્યો હતો. એવું નહોતું કે તે સ્ટુડિયો અને મારા કામના સ્થળે જ આંટાફેરા કરતો હતો. જ કારણે તેની તસવીરો ક્લિક કરવાની સ્ટાઈલ મારાથી અલગ છે. શ્રદ્ધા અને રોહન વિશે વાત કરી કે, મને ખબર છે ત્યાં સુધી બન્ને કોલેજ વખતથી જ મિત્રો છે. આ ઉપરાંત જૂહુમાં તેમના ઘણાં કોમન ફ્રેન્ડ્‌સ છે.
લગ્ન વિશે વાત આવી ત્યારે રાકેશે કહ્યું કે- હાલમાં તો બંને પ્રોફેશનલ લાઈફમાં સારું કામ કરી રહ્યા છે. માટે તેઓ સાથે રહેવા અંગેનો કોઈ ર્નિણય લેશે તો સમજી-વિચારીને જ લેશે. જાે તેઓ એકબીજા સાથે લગ્ન કરવા માગે તો હું ખુશી ખુશી તેમના માટે બનતું બધું જ કરીશ. મારી ડિક્શનરીમાં ‘વાંધા’ જેવો કોઈ શબ્દ જ નથી. જાે કે આ પહેલાં પણ શક્તિ કપૂરે જણાવ્યું હતું કે, તેમને રોહન અને શ્રદ્ધા લગ્ન કરે તેની સામે કોઈ વાંધો નથી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.