રીટા રિપોર્ટરે ટ્રેડિશનલ લુકમાં આપ્યા કાતિલ પોઝ

ફિલ્મી દુનિયા

મુંબઈ, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં રીટા રિપોર્ટરની ભૂમિકા નિભાવીને લોકોના દિલ પર રાજ કરનારી પ્રિયા આહુજા કોઈના કોઈ કારણોસર ચર્ચામાં રહે છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ઘણો પોપ્યુલર શો છે. માત્ર શો જ નહીં પરંતુ તેના દરેક કેરેક્ટરની પોતાની એક અલગ ઓળખ છે.

તેમાંથી એક છે રીટા રિપોર્ટર. રીટા રિપોર્ટરની ભૂમિકાને શોમાં પ્રિયા આહુજાએ નિભાવી હતી. આમ તો તેનું પાત્ર નાનું હતું પરંતુ થોડા જ સમયમાં તે લોકોના દિલમાં છવાઈ ગઈ છે. પ્રિયા આહુજા ભલે આજે કોઈ શોમાં જાેવા નથી મળી રહી, પરંતુ તેની ફેન ફોલોઈંગમાં કોઈ કમી જાેવા નથી મળતી. પ્રિયા આહુજા સોશિયલ મીડિયા લવર છે.

ઈન્સ્ટાગ્રામ પર એક્ટ્રેસના લાખો ફોલોઅર્સ છે. પ્રિયા આહુજાનો દરેક અંદાજ તેના ફેન્સને ગમે છે. પછી તે વેસ્ટર્ન આઉટફિટ પહેરે કે મોડર્ન આઉટફિટ. પ્રિયા આહુજાનું ઈન્સ્ટાગ્રામ જાેશો તો ખબર પડશે કે તેના એકથી એક ચઢિયાતા ફોટો છે. પ્રિયા આહુજા ફિટનેસનું પણ ઘણું ધ્યાન રાખે છે. એક્ટ્રેસને જાેઈને ફેન્સ પણ દિવાના થઈ ગયા છે. પ્રિયા આહુજા રિયલ લાઈફમાં ઘણી સ્ટાઈલિશ અને ગ્લેમરસ છે. તે પોતાના લુકથી બોલિવૂડની એક્ટ્રેસિસને ટક્કર આપે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.