પહેલીવાર લીપ ટુ લીપKiss કર્યા બાદ ડેટોલથી કર્યા કોગળા
મુંબઈ, લસ્ટ સ્ટોરીઝ ૨માં કુલ દાદી બનીને લોકોને ઈમ્પ્રેસ કરનાર નીના ગુપ્તાએ તાજેતરમાં પોતાના પહેલા લીપલોક સીન વિશે એક રસપ્રદ કિસ્સો શેર કર્યો છે.નીના ગુપ્તા એક ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું હતું કે ટીવી પર જ્યારે પહેલી વખત ટીવી શોના શૂટ દરમિયાન તેને લિપ ટુ લિપ કિસનો સીન કરવાનો હતો તે બેચેન થઈ ગઈ હતી. તે એટલી હદે ડરી ગઈ હતી કે રાત્રે બરાબર સૂઈ પણ ન શકી અને જ્યારે આ સીન પૂરો થયો તો તેણે સૌથી પહેલા વોશરુમમાં જઈ ડેટોલથી કોગળા કરી અને પોતાનો ચહેરો સાફ કર્યો હતો.
નીના ગુપ્તાએ તાજેતરમાં આપેલા એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે વર્ષો પહેલા આ ઘટના બની હતી. એક્ટર દિલીપ ધવન સાથે તેનો પહેલો ટીવી શો ચાલી રહ્યો હતો. આ શો દરમિયાન ઇન્ડિયન ટેલિવિઝન પર પહેલી વખત લિપ ટુ લિપ કિસ કરવાનો સીન શૂટ થવાનો હતો.
તે દિલીપ ધવનને ઓળખતી હતી પરંતુ જ્યારે લિપ કિસ કરવાની વાત આવી તો તે આખી રાત સુઈ ન શકે. તેણે જણાવ્યું હતું કે આ સીન માટે તે શારીરિક કે માનસિક રીતે તૈયાર ન હતી. તેના લીધે તે ટેન્શનમાં આવી ગઈ હતી.
તેમ છતાં તેણે મક્કમ મન કરી સીન શૂટ કર્યો. જ્યારે સીન પુરો થયો કે તુરંત જ તે વોશરુમમાં પહોંચી અને તેણે ડેટોલથી કોગળા કરી મોં ધોયું. તેણે આગળ જણાવ્યું હતું કે તે સમયે તે દિલીપ ધવનને બરાબર ઓળખતી પણ ન હતી તેવામાં તેને લિપ ટુ લિપ કિસ કરવી મુશ્કેલ કામ હતું.
નીના ગુપ્તાએ આ સીન અંગે કહ્યું હતું કે આ કિસિંગ સીનનો ઉપયોગ સીરિયલને પ્રમોટ કરવા માટે કરવાનો હતો. પરંતુ આમ કરવું ભારે પડી ગયું. કારણ કે તે સમયે લોકો પરિવાર સાથે બેસી ટીવી જોતા તેવામાં આ પ્રકારના સીનના કારણે લોકોનો વિરોધ સહન કરવો પડયો હતો.