મિત્રો સમક્ષ કર્યો બેબી પ્લાનિંગ અંગે ખુલાસો, કયારે મમ્મી-પપ્પા બનશે કેટરિના કૈફ અને વિકી?

ફિલ્મી દુનિયા

મુંબઈ, બોલિવુડ ઈન્ડસ્ટ્રીમાં કોઈ પણ એક્ટ્રેસના લગ્ન થાય કે બીજા જ દિવસથી તેની પ્રેગ્નેન્સીની અફવા શરૂ થઈ જાય છે, જેમાંથી કેટરીના કૈફ પણ બાકાત નથી. બે વર્ષના રિલેશનશિપ બાદ વિકી કૌશલ સાથે સાત ફેરા લીધા તેને હજી માંડ એક વર્ષ થયું છે ત્યાં તે મા બનવાની હોવાની ખબરો વહેતી થઈ છે. ગત મહિને જ્યારે અર્પિતા ખાન અને આયુષ શર્માના ઘરે ઈદ પાર્ટી યોજાઈ ત્યારે એક્ટ્રેસ લૂઝ આઉટફિટ પહેરીને આવી હતી અને ત્યારે પણ તે ખૂબ જલ્દી ગુડન્યૂઝ આપશે તેમ કહેવાતું હતું.

જો કે, આ વાત ખોટી સાબિત થઈ. રિપોર્ટ પ્રમાણે, ફરહાન અખ્તરની ફિલ્મ ‘જી લે ઝરા’નું શૂટિંગ ખતમ થયા બાદ ખૂબ જલ્દી કેટરીના કૈફ અને વિકી કૌશલે બેબી પ્લાન કરવા અંગે નક્કી કર્યું છે. ગર્લ રોડ ટ્રિપ પર આધારિત આ ફિલ્મમાં કેટની સાથે પ્રિયંકા ચોપરા અને આલિયા ભટ્ટ પણ છે. ‘જી લે ઝરા’ હજી સુધી ફ્લોર ન ગઈ હોવાથી ઘણા સવાલ ઉઠી રહ્યા છે પરંતુ ખૂબ જલ્દી તેનું શૂટિંગ શરૂ થશે તેમ લાગી રહ્યું છે. થોડા દિવસ પહેલા ફરહાને તેના ઈન્સ્ટાગ્રામ પર એક કસવીર શેર કરી હતી,

જે સિનેમેટોગ્રાફર જય ઓઝા દ્વારા ક્લિક કરવામાં આવી હતી. જેમાં ફરહાન રેતીમાં ઉભો હતો, આ સાથે લખ્યું હતું ‘સોનાની શોધ કરી રહ્યો છું’, તેણે#LocationScoutઅને#JeeLeZaraaજેવા હેશટેગ પણ એડ કર્યા હતા. કેટરીના કૈફે તેના ક્લોઝ ફ્રેન્ડ્સને પણ કહ્યું છે કે ‘વિજય સેથુપથી અને ફરહાન અખ્તર સાથેની ફિલ્મનું શૂટિંગ ખતમ કર્યા બાદ જ હું બેબી પ્લાન કરીશ’. સેથુપથી સાથેની ફિલ્મનું ડિરેક્શન શ્રીરામ રાઘવન કરી રહ્યા છે અને તેનું નામ છે ‘મેરી ક્રિસમસ’. પહેલા આ ફિલ્મનું શૂટિંગ ખતમ કરવામાં આવશે અને બાદમાં ‘જી લે ઝરા’નું કામ શરૂ થશે. એક્ટ્રેસ પાસે આ સિવાય કબીર ખાનની ફિલ્મ ‘ટાઈગર ૩’માં પણ છે,

જેમાં ફરી એકવાર સલમાન ખાન સાથે સ્ક્રિન શેર કરતી દેખાશે. યશ રાજ ફિલ્મ્સ દ્વારા પ્રોડયૂસ કરવામાં આવેલા આ પ્રોજેક્ટનું શૂટિંગ પૂરું થઈ ગયું છે. એક ઈન્ટરવ્યૂમાં કેટરીના કૈફ કઈ વાતથી પતિ વિકી કૌશલ અને તેના પંજાબી પરિવાર પ્રત્યે આકર્ષિત થઈ તેનો ખુલાસો કર્યો હતો. તેણે કહ્યું હતું કે ‘વિકી જે રીતે તેના ભાઈ સની અને મમ્મી-પપ્પા સાથે રહે છે તે અદ્દભુત છે. એક સમયે તમારા રિલેશનશિપની શરૂઆતમાં ભલે તમે જે પ્રકારના હોવ,

એક વિચાર જે હંમેશા મારા મનમાં આવતો હતો જો પ્રકારનું સન્માન તે પરિવારને આપે છે, તે જ સન્માન લગ્ન બાદ પોતાના પરિવારને આપશે. તેના સિદ્ધાંતો અને મૂલ્યો એટલા મજબૂત છે કે હું તે અંગે આકર્ષિત થઈ હતી’. અગાઉ રણબીર કપૂર અને સલમાન ખાન સાથે રિલેશનશિપમાં રહી ચૂકેલી એક્ટ્રેસે કહ્યું હતું કે ‘આ મારા માટે પહેલા રિલેશન નથી. એક સમયે તમને અહેસાસ થાય છે કે શું સૌથી મહત્વનું છે. મહત્વની બાબત ફન નથી પરંતુ લાંબા સમય સુધી તમને શું મળતું રહેશે તેના વિશે છે’.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.