અનુપમ ખેરની માતા, ભાઈ-ભાભી-ભત્રીજીનો રિપોર્ટ પોઝિટિવ, એક્ટરનો રિપોર્ટ નેગેટિવ.

ફિલ્મી દુનિયા 156

અનુપમ ખેરે રવિવારે એટલે કે 12 જુલાઈના રોજ સવારે સોશિયલ મીડિયામાં એક વીડિયો શૅર કરીને કહ્યું હતું કે તેમની માતા દુલારી કોરોના પોઝિટિવ છે. તેમનો ભાઈ રાજીવ પણ કોરોના પોઝિટિવ ચે. આટલું જ નહીં તેમની ભાભી તથા ભત્રીજીનો ટેસ્ટ પણ પોઝિટિવ આવ્યો છે. અનુપમ ખેરે કહ્યું હતું કે તેમની માતા દુલારીને હાલમાં કોકિલાબેન હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે. જ્યારે અનુપમનો ભાઈ તથા તેનો પરિવાર ઘરમાં જ ક્વૉરન્ટીન થયા છે.

અનુપમ ખેરે સોશિયલ મીડિયામાં વીડિયો શૅર કર્યો હતો, જેમાં તેમણે કહ્યું હતું, ‘મારા માતા દુલારીને ભૂખ બરોબર લાગતી નહોતી. અમે તેમનો બ્લડ ટેસ્ટ કરાવ્યો પરંતુ કંઈ જ આવ્યું નહીં. ત્યારબાદ અમે CT સ્કેન કરાવ્યો અને તેમાં તેમને કોરોનાવાઈરસના હળવા લક્ષણો હોવાની જાણ થઈ હતી. અમે તેમની સાથે રહીએ છીએ અને ત્યારબાદ રાજીવ તથા મારો CT સ્કેન કરવામાં આવ્યો હતો. મારો ભાઈ રાજીવ કોવિડ 19 પોઝિટિવ છે અને મારો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. રાજીવની પત્ની તથા દીકરીનો ટેસ્ટ પણ પોઝિટિવ આવ્યો છે અને તેમણે ઘરની અંદર જ પોતાને ક્વૉરન્ટીન કર્યાં છે.’


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.