સામી સામી ગીત પર ગરબા જાેઈને રશ્મિકા ખુશ થઈ ગઈ હતી

ફિલ્મી દુનિયા

મુંબઈ, રશ્મિકા મંદાના અને અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા- ધ રાઈઝ વર્ષ ૨૦૨૧માં રીલિઝ થઈ હતી. ફિલ્મે બોક્સઓફિસ પર જબરદસ્ત કમાણી કરી હતી. માત્ર દક્ષિણ ભારતમાં જ નહીં, દેશભરમાં ફિલ્મને સારી પ્રતિક્રિયા મળી હતી. ફિલ્મના ગીતો અને ડાયલોગ્સ તો સોશિયલ મીડિયા પર છવાઈ ગયા હતા અને મીમ્સનું જાણે ઘોડાપૂર આવ્યુ હતું. અલ્લુ અર્જુનનો શ્રીવલ્લી સ્ટેપ અને રશ્મિકા મંદાનાનો સામી સામી ગીતનો સ્ટેપ લોકોને ખૂબ પસંદ આવ્યો હતો.

લોકોએ તેના પર રીલ્સ બનાવીને સોશિયલ મીડિયા પર શેર કરી હતી. ફિલ્મના બીજા ભાગની તૈયારી શરુ થઈ ગઈ છે, પરંતુ પ્રથમ ભાગનો ક્રેઝ હજી પણ છવાયેલો છે. નવરાત્રિની શરુઆત થઈ ગઈ છે ત્યારે ગરબામાં પણ પુષ્પાના સ્ટેપ સામેલ કરવામાં આવ્યા છે. ગુજરાતમાં ખાસકરીને નવરાત્રિના તહેવારની હોંશેહોંશે ઉજવણી કરવામાં આવતી હોય છે. કોરોના મહામારી પછી આ વર્ષે ફરી એકવાર ધામધૂમથી ગરબા કરવામાં આવશે. આ વખતે નવરાત્રિમાં ખેલૈયાઓ પુષ્પા ફિલ્મના સ્ટેપ્સ ગરબામાં સામેલ કરી રહ્યા છે. પાછલા થોડા સમયથી સોશિયલ મીડિયા પર વીડિયો સામે આવી રહ્યા છે,

જેમાં લોકો રશ્મિકા મંદાનાના સુપરહિટ ગીત સામી સામીના સ્ટેપ પર ગરબા કરી રહ્યા છે. નેશનલ ક્રશ તરીકે ઓળખાતી અભિનેત્રી રશ્મિકા મંદાનાએ પણ આવા જ એક વીડિયો પર પ્રતિક્રિયા આપી છે. વીડિયોમાં જાેઈ શકાય છે કે, ખેલૈયાઓ ગરબાની પ્રેક્ટિસ કરી રહ્યા છે. તેઓ સામી સામી ગીત પર ગરબા કરે છે અને સાથે જ શ્રીવલ્લીનો સ્ટેપ પણ કરી રહ્યા છે. રશ્મિકાએ આ વીડિયો જાેઈને કહ્યું કે, Craaaazzzyyyy. અને આ સાથે જ ફાયર ઈમોજી પણ મૂકી છે. ફેન્સ પણ આ વીડિયો પર પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, આ પરથી કહી શકાય કે ગીત લોકોને કેટલું પસંદ આવ્યુ છે.

પુષ્પા ફિલ્મની વાત કરીએ તો અલ્લુ અર્જુને આ ફિલ્મમાં સ્મગલરનો રોલ કર્યો છે. ફિલ્મમાં રશ્મિકા મંદાના અને ફહાદ ફાઝિલ પણ મહત્વના રોલમાં જાેવા મળ્યા હતા. ફિલ્મની સિક્વલ પર કામ ચાલી રહ્યું છે. રશ્મિકા સિક્વલમાં પણ જાેવા મળશે. ૨૦૨૩ની શરુઆતમાં આ ફિલ્મનો બીજાે ભાગ રીલિઝ થશે તેમ લાગી રહ્યું છે. આ પહેલા સાતમી ઓક્ટોબરના રોજ રશ્મિકા મંદાના ગુડબાય નામની ફિલ્મમાં જાેવા મળશે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, નીના ગુપ્તા, પવૈલ ગુલાટી, સુનિલ ગ્રોવર મહત્વના રોલમાં જાેવા મળશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.