
આ ભયાનક અને…. રશ્મિકા મંદાનાએ ફેક વીડિયો પર તોડી ચુપ્પી
મુંબઈ, બોલીવુડમાં ત્યારે ખડભડાટ મચી ગયો જ્યારે અભિનેત્રી રશ્મિકા મંદાનાનો અત્યંત બોલ્ડ વિડીયો વાયરલ થવા લાગ્યો. આ વિડીયો જોયા પછી રશ્મિકા મંદાનાને ટ્રોલ પણ કરવામાં આવી. પરંતુ થોડા જ સમયમાં ક્લિયર થઈ ગયું કે આ વિડીયો ફેક છે. હવે આ વિડિયો પર રશ્મિકા મંદાનાએ ચુપ્પી તોડી છે. અભિનેત્રીએ ટ્વિટર પર એક પોસ્ટ શેર કરી છે. રશ્મિકાએ કહ્યું છે કે આ ઘટનાથી તે ખૂબ દુઃખી થઈ ગઈ છે અને આ ખૂબ જ ભયાનક ઘટના છે. રશ્મિકાના વિડિયો પછી શેર કરવામાં આવેલી આ પોસ્ટ પણ વાયરલ થઇ રહી છે અને લોકો તેના પર કોમેન્ટ કરીને પોતાના રિએક્શન આપી રહ્યા છે.
રશ્મિકા મંદાનાએ ટ્વિટમાં લખ્યું છે કે, મને આ જણાવતા ખૂબ જ તકલીફ થઈ રહી છે. જે ફેક વિડીયો ઓનલાઇન વાયરલ થઈ રહ્યો છે તે ઘટનાથી તે ખૂબ જ દુઃખી છે આ ઘટના ખૂબ જ ભયાનક છે. આ ઘટના ફક્ત મારા માટે જ નહીં પરંતુ બધા લોકો માટે ડરાવનારી છે. આ રીતે ટેકનોલોજી નો મિસ યુઝ કરવો યોગ્ય બાબત નથી.
રશ્મિકા એ આગળ લખ્યું છે કે, *એક સ્ત્રી તરીકે અને એક અભિનેત્રી તરીકે તે પોતાના પરિવાર, મિત્રો અને શુભચિંતકોનો આભાર માનવા માંગે છે. આ પ્રકારની ઘટના દરેક વ્યક્તિ માટે મોટું જોખમ છે. સોશિયલ મીડિયા પર રશ્મિકા મંદાનાનો એક વિડીયો વાયરલ થયો હતો. જેમાં રશ્મિકા એક બોલ્ડ અને સેક્સી બ્લેક ડ્રેસમાં જોવા મળે છે. રશ્મિકા લિફ્ટમાં બંધ થતા દરવાજાને ખોલીને ઝડપથી અંદર પ્રવેશ કરે છે. વીડિયોમાં જે મહિલા છે તેણે બ્લેક કલર નું ટાઈટ અને એક્સપોઝિંગ જીમ વેર પહેર્યું છે. વીડિયો જોઈને લોકો રશ્મિકાને ટ્રોલ કરવા લાગ્યા હતા. પરંતુ થોડા સમયમાં ખબર પડી કે વીડિયોમાં જે મહિલા જોવા મળે છે તે રશ્મિકા નહીં પરંતુ અન્ય કોઈ છે જેના પર રશ્મિકાનો ચહેરો ટેકનોલોજીની મદદથી સેટ કરવામાં આવ્યો છે.