કંગના રનૌત સ્ટારર ‘ધ ઈન્કારનેશન સીતા’માં લંકેશનો રોલ પ્લે કરશે રણવીર સિંહ, મેકર્સ સાથે ચર્ચા ચાલુ

ફિલ્મી દુનિયા

બોલિવુડ એક્ટ્રેસ કંગના રનૌતે અલૌકિક દેસાઈની બિગ બજેટ માઈથોલિજીકલ ડ્રામા ફિલ્મ ‘ધ ઈન્કારનેશન સીતા’ સાઈન કરી છે. આ બિગ બજેટ ફિલ્મમાં કંગના રનૌત માતા સીતાનો રોલ કરશે તેવી એક્ટ્રેસે જાતે જ પુષ્ટિ કરી છે. હવે સમાચારો વહેતા થયા છે કે પદ્માવત ફિલ્મમાં અલાઉદ્દીન ખિલજીનો નેગેટિવ રોલ કરી અઢળક પ્રશંસા હાંસલ કરનાર રણવીર સિંહ આ ફિલ્મમાં લંકેશનો નેગેટિવ રોલ કરી શકે છે.

ફિલ્મફેરના રિપોર્ટ પ્રમાણે, ‘ધ ઈન્કારનેશન સીતા’ના મેકર્સે રણવીર સિંહને ફિલ્મમાં લંકેશ રાવણનો રોલ કરવા માટે અપ્રોચ કર્યો છે. મે મહિનામાં તેને આ ઓફર અપાઈ હતી. ત્યારથી અત્યાર સુધી આ અંગે ચર્ચા ચાલુ છે. હાલ રણવીર ફિલ્મના ફાઈનલ નરેશનની રાહ જોઈ રહ્યો છે. રિપોર્ટ પ્રમાણે, રણવીર લંકેશનો રોલ નિભાવવા માટે ઘણો ઉત્સુક છે.

 

View this post on Instagram

 

A post shared by Kangana Thalaivii (@kanganaranaut)


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.