સાડીનો પાલવ લહેરાવીને રાની ચેટર્જીએ મચાવ્યો ખળભળાટ

ફિલ્મી દુનિયા

મુંબઈ, ભોજપુરી જગતમાં જાણીતું નામ બની ગયેલી રાની ચેટર્જી પોતાની ખૂબસૂરત તસવીરોથી દર્શકોને દિવાના બનાવવાની તક છોડતી નથી. રાની ચેટર્જીનું સાચું નામ સાહિબા શેખ છે. તેમનો જન્મ ૩ નવેમ્બર ૧૯૮૯ના રોજ મુંબઈમાં થયો હતો. તેણીનું શિક્ષણ મુંબઈમાં જ થયું હતું અને તેના તમામ ઓફિશિયલ ડોકયુમેન્ટ્સમાં તેનું નામ સાહિબા શેખ જ છે. રાની ચેટર્જીએ મનોજ તિવારીની ફિલ્મ સસુરા બડા પૈસા વાલા’થી ભોજપુરી ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કર્યું હતું.રાની ચેટર્જીએ તેની એક્ટિંગ માટે ઘણા એવોર્ડ જીત્યા છે.

લોકો રાનીને ભોજપુરી ઈન્ડસ્ટ્રીની રાણી કહે છે. તે અવારનવાર પોતાના ગોર્જિયસ લુક્સથી ફેન્સને દિવાના બનાવતી રહે છે. તેણે તાજેતરમાં કેટલાંક ફોટોઝ શેર કર્યા હતાં. જેમાં તે યલો સાડીમાં ખૂબસૂરત લાગી રહી છે. આ ફોટોઝમાં રાનીએ સાડીનો પાલવ લહેરાવતા પોઝ આપ્યા છે. તેની અદાઓ જોઇને ફેન્સ તેના પર ફિદા થઇ રહ્યાં છે. આ ફોટોઝમાં કિલર સ્માઇલ સાથે રાની પોઝ આપી રહી છે. તે આ ફોટોઝમાં હુસ્નની મલ્લિકા જેવી લાગી રહી છે.

રાનીએ ડાર્ક લિપસ્ટિક, મેચિંગ બિંદી અને ઓપન હેર સાથે પોતાનો લુક કંપ્લીટ કર્યો છે. રાની ચેટર્જીએ ફરી એકવાર પોતાની સુંદર તસવીરોથી ઈન્ટરનેટ પર ધૂમ મચાવી છે. રાની ચેટર્જી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે અવારનવાર તેના ઈન્સ્ટાગ્રામ પર ફોટો શેર કરતી રહે છે. ઇન્સ્ટાગ્રામ પર તેના ૧.૭ મિલિયન ફોલોઅર્સ છે. આ પછી રાની ચેટર્જીએ ભોજપુરી સિનેમામાં દામાદ જી, બંધન ટુટે ના, ફેસ્ટિવલ, દિલજલે, ફૂલ બના અંગાર, ગંગા યમુના સરસ્વતી અને ધડકેલા તોહરા નામ કરેજાવા મેં જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. રાની ચેટર્જીએ ખેસારી લાલ, દિનેશ લાલ યાદવ, પવન સિંહ અને રવિ કિશન જેવા તમામ મોટા કલાકારો સાથે કામ કર્યું છે. આ મુકામ સુધી પહોંચવા માટે રાની ચેટર્જીએ ઘણી મહેનત કરી છે. દિવસ-રાત મહેનત કરીને તે આ સ્થાને પહોંચી છે. તે આલીશાન મકાનમાં રહે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.