લાડકી દીકરી રાહા પર પ્રેમ વરસાવતો જોવા મળ્યો રણબીર

ફિલ્મી દુનિયા

મુંબઈ, આલિયા ભટ્ટ થોડા મહિના પહેલાં જ માતા બની છે. તેણે પોતાની દીકરીની કાળજી રાખવા માટે ફિલ્મોમાંથી બ્રેક લીધો છે. તે હમણાં કોઈ નવી ફિલ્મમાં જોવા મળી રહી નથી. જોકે, આલિયા ભટ્ટ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને ફોટા દ્વારા ચાહકોને તેના અંગત જીવન વિશે અપડેટ આપતી હોય છે. આલિયાએ પોસ્ટ કરેલ ફોટોઝ અને વિડીયો ફેન્સને ખૂબ ગમે છે. જેના કારણે તેની પોસ્ટ ઝડપથી વાયરલ થઈ જાય છે. તાજેતરમાં જ તેણે સોશિયલ મીડીયામાં એક ફોટો શેર કર્યો હતો.

આ ફોટો તેના પતિ રણબીર કપૂર અને પુત્રી રાહાનો છે. આ ફોટામાં રણબીર કપૂર દીકરી રાહા સાથે બાલ્કનીમાં બેઠેલો જોવા મળી રહ્યો છે. આલિયાએ પોસ્ટ કરેલો આ ફોટો ચાહકોને ખૂબ ગમી રહ્યો છે. તેણે શેર કરેલો ફોટો થોડો બ્લર છે. જોકે, ચાહકોને રણબીરનો તેની પુત્રી રાહા પ્રત્યેનો પ્રેમ જોવા મળી રહ્યો છે. આ ફોટોમાં રણબીર કપૂર તેની દીકરી રાહાના સ્ટ્રોલર પાસે બેઠો છે. તે પોતાની લાડલીને જોઈ રહ્યો છે. જોકે, આ ફોટોમાં રાહા જોવા નથી મળી રહી. આ પોસ્ટ માટે આલિયાએ કેપ્શન લખ્યું છે કે, “મને લાગે છે કે હું ૬ નવેમ્બર પછીથી બહુ સારી ફોટોગ્રાફર બની ગઈ છું. મારી દુનિયા.” આલિયા ભટ્ટની આ પોસ્ટ ખૂબ ઝડપથી વાઇરલ થઈ છે.

ચાહકો વિવિધ કોમેન્ટ્સ કરી રહ્યા છે. આલિયાની આ પોસ્ટ પર એક યુઝરે તેની ફોટોગ્રાફીની પ્રશંસા કરતાં લખ્યું છે કે, ‘ખોટું નહીં બોલું, પરંતુ આ એક ઈમ્પ્રેસીવ શોટ હતો. રણબીર અને આલિયાએ ૧૪ એપ્રિલે તેમના લગ્નની પહેલી એનિવર્સરી ઉજવી હતી. એ જ દિવસે બંને પોતાનું નવું મકાન જોવા પણ ગયા હતા. આ ઘરનું નિર્માણકાર્ય હાલ ચાલી રહ્યું છે. આ દરમિયાન આલિયાએ રણબીર સાથેની પીઠી સેરેમનીનો અનસીન ફોટો સોશ્યલ મિડિયા પર શૅર કર્યો હતો.

અહીં ઉલ્લેખનીય છે કે, આલિયા છેલ્લે અયાન મુખર્જી દ્વારા નિર્દેશિત ફિલ્મ બ્રહ્માસ્ત્ર ફિલ્મમાં જોવા મળી હતી. ત્યારથી તેણે ફિલ્મોમાં થોડો બ્રેક લીધો હોવાનું જણાય છે. બ્રહ્માસ્ત્રમાં તે પહેલી વખત તેના પતિ રણબીર કપૂર સાથે ફિલ્મમાં જોવા મળી હતી. આ ફિલ્મે સારી કમાણી કરી હતી. આ દરમિયાન હવે આલિયા ભટ્ટ ટૂંક સમયમાં રણવીર સિંહ સાથે રોકી ઓર રાની કી પ્રેમ કહાનીમાં જોવા મળશે. કરણ જોહર દ્વારા નિર્દેશિત આ ફિલ્મ આ વર્ષે જુલાઈમાં રિલીઝ થશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.