
‘લગાન’ નાં 22 વર્ષ પછી રશેલ શૈલની વાપસી, આ સીરીઝમાં જોવા મળશે રશેલ શૈલી
વર્ષ 2001માં આમિર ખાનની ફિલ્મ ‘ લગાન’ આવી હતી. આ ફિલ્મને જોવાનું લોકો આજે પણ પસંદ કરે છે. આ ફિલ્મને હિન્દી સિનેમાની શાનદાર ફિલ્મ માનવામાં આવે છે. લગાનનાં દરેક પાત્રને દર્શકોએ વધારે પસંદ કર્યાં હતાં. ફિલ્મમાં એલિઝાબેથનું પાત્ર ભજવનાર રશેલ શૈલીનાં કામને પણ વધારે પસંદ કરવામાં આવ્યું હતું. જો કે આ ફિલ્મ પછી તે અન્ય કોઈ ફિલ્મમાં જોવા મળી ન હતી.
હવે લગાનનાં 22 વર્ષ પછી રશેલ શૈલી ઇન્ડિયન પ્રોડક્શન ‘કોહરાં’ માં વાપસી કરી રહી છે. કોહરાના મેકર્સે ફિલ્મ ટ્રેલર પણ રીલીઝ કરી દીધું છે. સીરીઝમાં સત્યની શોધ અને રાજનીતિને લગતી કહાની જોવા મળશે. આ સીરીઝમાં વરુણ સોબતી, સુવિંદર વિક્કી, વરુણ બડોલા, હરલીન સેઠી જેવા કલાકારો જોવા મળશે. કોહરા ઇન્વેસ્ટીગેશન ડ્રામા પર આધારિત છે. આ સીરિજમાં પાતાળ લોક ફેમ સુદીપ શર્માએ લેખક ગુંજીત ચોપડા અને દિગ્ગી સિસોદિયાની સાથે મળીને તૈયાર કરી છે.
હાલમાં જ સીરીઝની કાસ્ટીંગને લઈને ડાયરેક્ટર સુદીપ શર્માએ જણાવ્યું કે તેમણે નવા ચહેાઓને કાસ્ટ કર્યાં છે. રશેલ શૈલીએ જણાવ્યું કે ડાયરેક્ટરનું કહેવું છે કે એમને એક યુકેનો અભિનેતા જોઈતો હતો. જેનાં લીધે એમના મનમાં રશેલ શૈલીનું નામ આવ્યું. કોહરાનું શૂટિંગ કોવિડની ત્રીજી લહેર દરમિયાન થયુ હતુ. તો આવામાં એવાં અભિનેતાની જરૂર હતી જેને અહીંની સારી સમજ હોય.