વિદેશીઓને ભારતીય સંસ્કૃતિ-પરંપરા શીખવી રહી છે પ્રિયંકા

ફિલ્મી દુનિયા

મુંબઈ,  નિક જાેનસસાથે લગ્ન કર્યા બાદ પ્રિયંકા ચોપરા ભલે કેલિફોર્નિયાના લોસ એન્જલસમાં વસી ગઈ હોય પરંતુ ભારતીય સંસ્કૃતિ, પરંપરા અને મૂળને જરાય ભૂલી નથી. આ જ કારણથી આજે પણ તેને ફેન્સ ‘દેસી ગર્લ’ કહીને બોલાવે છે. પતિ નિક જાેનસ અલગ સંસ્કૃતિનો હોવા છતાં એક્ટ્રેસે તેના ધર્મનું માન જાળવી રાખ્યું છે. તેના ઘરમાં શ્રીકૃષ્ણ અને મહાદેવની મૂર્તિ છે. દીકરી માલ્તી મેરી ૧૦૦થી વધુ દિવસ સુધી દ્ગૈંઝ્રેંમાં રહ્યા બાદ ઘરે આવી ત્યારે પૂજા પણ રાખવામાં આવી હતી. પ્રિયંકા ચોપરા દરેક ભારતીય તહેવારને ધામધૂમથી ઉજવે છે અને તેના સાસરાનાં સભ્યોને પણ સામેલ કરે છે. હાલમાં એક ઈન્ટરવ્યૂમાં પ્રિયંકાના મમ્મી મધુ ચોપરાએ સ્પષ્ટતા કરી હતી કે, પશ્વિમી દેશોમાં ભારત દેશ પ્રત્યે જે અજ્ઞાનતાઓ છે તેને દૂર કરવા માટે આમ કરી રહી છે.

એક મેગેઝિનને આપેલા ઈન્ટરવ્યૂમાં મધુ ચોપરાએ પ્રિયંકાએ તેના અમેરિકા સ્થિત ઘરમાં કેમ ભારતીય સંસ્કૃતિ અને પરંપરાઓને જાળવી રાખી છે તેનું કારણ જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, ‘તે ત્યાંના લોકોને શીખવવા કે તેમની પાસે ભારત અંગે ખોટી માહિતી છે. તેઓ વિચારે છે કે આપણા દેશમાં મહારાજા, હાથી-ઘોડા અને મદારીઓ છે. આપણા દેશમાં શ્રેષ્ઠ શિક્ષણ, ૈં્‌ કોલેજાે તેમજ મેડિકલ ટેકનોલોજી છે. આ કોણ શીખવશે? અમારી સંસ્કૃતિ, આપણી પરંપરા અને બીજું ઘણું છે.

પ્રિયંકા તેમા માને છે અને ત્યાં જાળવવાના પ્રયાસ કરી રહી છે’. પ્રિયંકા ચોપરા અને નિક જાેનસ વચ્ચે ઉંમરનો ૧૦ વર્ષનો તફાવત છે. જાે કે, આ અંગે મધુ ચોપરાને પહેલાથી જ કોઈ વાંધો ન હોવાની સ્પષ્ટતા તેમણે કરી હતી. તેમણે જમાઈને મીઠડો છોકરો કહ્યો હતો અને કહ્યું હતું કે, ‘જે પણ પ્રિયંકાને ખુશ રાખે છે તે મને ગમે છે’.

મધુ ચોપરાએ તેમના બંને બાળકો પ્રિયંકા અને સિદ્ધાર્થના ઉછેર વિશે વાત કરી હતી તેમણે કહ્યું હતું કે, બંનેને વિચારો અને અભિવ્યક્તિની પૂરતી સ્વતંત્રતા આપવામાં આવી છે. આ સિવાય તેમના કોઈ પણ નખરા ઉઠાવવામાં આવતા નહોતા.
પ્રિયંકા ચોપરા અને નિક જાેનસના લગ્નને સાડા વર્ષ જેટલો સમય થઈ ગયો છે. તેમણે ડિસેમ્બર, ૨૦૧૮માં રાજસ્થાનના ઉમૈદ ભવનમાં લગ્ન કર્યા હતા. પ્રિયંકા અને નિકના હિંદુ તેમજ ક્રિશ્ચિન વિધિથી લગ્ન થયા હતા. જાન્યુઆરી, ૨૦૨૨માં કપલે સોશિયલ મીડિયા પર તેઓ સરોગસીથી મમ્મી-પપ્પા બન્યા હોવાની ગુડ ન્યૂઝ શેર કરીને ફેન્સને ચોંકાવી દીધા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.