
પ્રિયંકાએ સેરોગેટને ઉદાર, રમૂજી, પ્રેમાળ અને દયાળુ ગણાવી
મુંબઈ, પ્રિયંકા ચોપરા અને નિક જોનસની દીકરી માલતી મેરી હાલમાં જ એક વર્ષની થઈ છે, કપલે તેનો બર્થ ડેનું સેલિબ્રેશન સ્ટાઈલમાં કર્યું હતું. પ્રિયંકા અને નિકના ઘરે સ્સ્નો (માલતી મેરીનું હુલામણું નામ) જન્મ જાન્યુઆરી, ૨૦૨૨માં સરોગસી દ્વારા થયો હતો. બંનેએ આ ગુડન્યૂઝ સોશિયલ મીડિયા પર તેમના ફ્રેન્ડ્સ અને ફેન્સ સાથે શેર કર્યા હતા. દીકરાનો જન્મ થયો કે દીકરીનો તે વિશે તે સમયે ખુલાસો કરવામાં આવ્યો નહોતો. કારણ કે તે પ્રી-મેચ્યોર હતું અનેNCIUમાં રાખવામાં આવી હતી. સરોગસી માટે એક્ટ્રેસ ટ્રોલ પણ થઈ હતી. હાલમાં બ્રિટિશ ર્ફેખ્તી નામના મેગેઝિનને આપેલા ઈન્ટરવ્યૂમાં તેણે સરોગસી પસંદ કરવા પાછળનું કારણ જણાવ્યું હતું.
આ સાથે તેણે મેગેઝિન માટે ફોટોશૂટ પણ કરાવ્યું હતું. પ્રિયંકા ચોપરાએ કહ્યું હતું કે, ‘જ્યારે માલતી મેરીનો જન્મ થયો ત્યારે હું ઓપરેશન રૂમમાં હતા. તે ખૂબ જ નાની હતી, મારી હથેળી કરતાં પણ નાની. માલતી મેરી ડયૂ ડેટના ત્રણ મહિના પહેલા જન્મી હતી. ઘરે લઈ ગયા તેના પહેલાના ૧૦૦ દિવસ તેણેNICUમાં કાઢયા હતા. અમે દરરોજ તેની સાથે સમય પસાર કરતાં હતા અને છાતીએ ચાંપીને રાખતા હતા. સરોગસીનો માર્ગ કેમ પસંદ કર્યો તે વિશે ખુલાસો કરતાં પ્રિયંકા ચોપરાએ કહ્યું હતું કે ‘મને મેડિકલ કોમ્પિલકેશન છે. તેથી, આ જરૂરી પગલું હતું. હું આ કરી શકું તેવી સ્થિતિમાં છું તે માટે કૃતજ્ઞ છું.
અમારી સેરોગેટ ખૂબ ઉદાર, દયાળુ, પ્રેમાળ અને રમૂજી હતી. તેણે છ મહિના સુધી અમારી આ કિંમતી ભેટની સંભાળ લીધી હતી. સરોગસીથી માલતી મેરીનો જન્મ થતાં પ્રિયંકા ચોપરા પર લોકોએ ભદ્દી કોમેન્ટ કરી હતી. તેના પર પ્રતિક્રિયા આપતાં એક્ટ્રેસે કહ્યું હતું ‘જ્યારે તેઓ મારી દીકરી વિશે વાત કરે છે ત્યારે મને પીડા થાય છે. તેને આ બધાથી દૂર રાખો. જ્યારે ડોક્ટર તેની નસ શોધવાનો પ્રયાસ કરી રહ્યા હતા તે વખતે તેનો નાનો હાથ પકડીને મને કેવું લાગ્યું હતું તે માત્ર હું જ જાણું છું.
તે ગોસિપનો ભાગ બનવી જોઈએ નહીં. હું મારી દીકરી સાથેના જીવનના આ પ્રકરણ માટે પ્રોટેક્ટિવ છું. કારણ કે, આ માત્ર મારા જીવન વિશે નથી, તેના વિશે પણ છે. નિક અને પ્રિયંકા આમ તો અત્યારસુધીમાં તેમના સોશિયલ મીડિયા હેન્ડલ પર માલતી મેરીની ઘણી તસવીરો શેર કરી ચૂકયા છે, પરંતુ તેનો ચહેરો હંમેશા હાર્ટ ઈમોજીથી છુપાવ્યો છે. તે કોના જેવી દેખાય છે એ જાણવા માટે ફેન્સ આતુર છે. તેના પર તેણે કહ્યું હતું ‘ઘણા લોકો કહે છે કે, એમએમ નિક જેવી લાગે છે, પરંતુ હું તેમા માનતી નથી.