પ્રિયંકા ચોપડાની બહેન મીરાએ કહ્યું, કોરોનાથી નહિ ખરાબ સ્વાસ્થ્ય વ્યવસ્થાથી મોત

ફિલ્મી દુનિયા

મુંબઇ,
અભિનેત્રી પ્રિયંકા ચોપડાની કઝીન મીરા ચોપડા સોશિયલ મીડિયા પર ખૂબ જ એકિટવ રહે છે. તે સમાજમાં ચાલી રહેલા દરેક મુદ્દા પર પોતાનો અભિપ્રાય આપે છે. તાજેતરમાં તેણે ટિ્‌વટ કર્યું હતું કે કોરોનાથી તેના ૨ સંબંધીઓનું નિધન થયું છે.
મીરા તેના નજીકના મિત્રોના અવસાનથી નિરાશ છે અને તેણે સરકાર સામે પોતાનો રોષ વ્યકત કર્યો છે. તેણે કહ્યું કે તેમનું મોત કોરોના વાયરસને કારણે થયું નથી પરંતુ આરોગ્ય સુવિધાઓની અછતને કારણે થયું છે.
મીરાએ લખ્યું – ‘આ હૃદયસ્પર્શી છે. હું કહું છું કે આ કોવિડનું મૃત્યુ નથી, તે આપણા નિષ્ફળ ઇન્ફ્રાસ્ટ્રકચર દ્વારા કરવામાં આવેલ હત્યા છે. એકમાત્ર દેશ જયાં વેકિસજન ન હોવાને કારણે લોકો મરી રહ્યા છે. ડર ઉત્પન્ન કરનારું’
આ વિશે વાત કરતી વખતે મીરાએ એક વેબ પોર્ટલને કહ્યું – ‘કોવિડ ૧૯ના કારણે મેં બે નજીકના પિતરાઇ ભાઈઓ ગુમાવ્યા નથી, પરંતુ નબળી આરોગ્ય સેવાઓ જવાબદાર છે. મારા પ્રથમ કઝિન ભાઇને લગભગ બે દિવસ સુધી બેંગ્લોરમાં આઈસીયુ બેડ ન મળ્યો અને બીજા એકના ઓકિસજનનું સ્તર અચાનક ઓછું થઈ ગયું. બંનેની ઉંમર આશરે ૪૦ વર્ષની હતી. મીરાએ વધુમાં કહ્યું – ખૂબ દુઃખની વાત છે કે અમે તેમને બચાવવા માટે કંઈ કરી શકયા નહીં. હવે પછી શું થશે તેનો મને ડર છે દરેકની જીંદગી ખતમ થતી હોય તેમ દેખાઇ રહ્યું છે.. તમે તમારી ક્ષમતાથી બધું કરો છો પરંતુ તમે પણ તેમને ગુમાવો દો છો.’
વધુમાં મીરાએ કહ્યું – મને બહુ ગુસ્સો આવી રહ્યો છે અને આવું પહેલી વખત છે જયારે મને અનુભવ થઇ રહ્યો છે કે મારો દેશ કચરાપેટીમાં જતો રહ્યો છે અમે હોસ્પિટલમાં ઓકિસજન, ઇન્જેકશન, દવાઓ અને પલંગની વ્યવસ્થા કરી શકયા નહીં. સરકાર આપણા માટે આ બધું કરે છે, પરંતુ તે આપણા લોકોના જીવ બચાવવામાં નિષ્ફળ ગઈ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.