
પ્રિયંકાએ મેટગાલામાં પહેરેલા નેકલેસને લીલામ કરશે
પ્રિયંકા ચોપરાએ મેટગાલામાં પહેરેલા ડાયમંડ નેકલેસની કિંમત આશરે રૂ.204 કરોડ અંદાજવામાં આવી છે.ત્યારે આ નેકલેસનું આગામી 12મીમેએ જીનીવામાં લીલામ થવાનું છે.જે 11.6 કરેટ ડાયમન્ડનો નેકલેસ પહેર્યો હતો.આ નેકલેસની વચ્ચોવચ્ચ બ્લૂ ડાયમન્ડ હતો.આ બ્લૂ ડાયમન્ડ તેની કેટેગરીમાં બહુ દુર્લભ કલર ગ્રેડનો બુલગારી લગુના બ્લૂ તરીકે ઓળખાતો ડાયમન્ડ છે.સમગ્ર નેકલેસ વ્હાઈટ ડાયમન્ડથી જડિત પ્લેટિનમનો હતો અને તેની બરાબર વચ્ચોવચ્ચ આ બુલગેરી લગુના બ્લૂ હતો.