
પ્રશાંત જુનિયર એનટીઆર સાથે શૂટિંગ કર્યા પછી જ કેજીએફ ૩ પર કામ કરવાનું શરૂ કરશે
નવીદિલ્હી, કેજીએફના પહેલા અને બીજા ભાગમાં સાઉથના સુપરસ્ટાર યશને પાન ઈન્ડિયા સ્ટાર બનાવ્યો. આ ફિલ્મ પછી તે દરેક જગ્યાએ રોકી ભાઈ તરીકે ઓળખાવા લાગ્યો. ફિલ્મમાં તેની સ્ટાઈલ, તેના અંદાજ, તેની એક્શન દરેકને પસંદ આવી હતી. કેજીએફ (દ્ભય્હ્લ) ફ્રેન્ચાઈઝીના પહેલા અને બીજા બંને ભાગ ખૂબ જ સફળ રહ્યા હતા.
હવે બધા ફેન્સ લાંબા સમયથી દ્ભય્હ્લ ૩ની રાહ જાેઈ રહ્યા છે. કેજીએફના બંને પાર્ટે બોક્સ ઓફિસ પર તેમજ લોકોના દિલ અને દિમાગમાં ધૂમ મચાવી હતી. બંને પાર્ટની સફળતા બાદ હવે આ ફિલ્મનો ત્રીજાે ભાગ ક્યારે બહાર આવશે તે બધા જાણવા માંગે છે. દ્ભય્હ્લ ૩ વિશે અપડેટ આવ્યું છે. કેજીએફના બંને પાર્ટને પોપ્યુલર ડિરેક્ટર પ્રશાંત નીલ દ્વારા ડાયરેક્ટ કરવામાં આવ્યા છે.
મીડિયા રિપોર્ટ મુજબ પ્રશાંત હાલમાં કેજીએફ ફ્રેન્ચાઈઝીમાંથી લાંબા બ્રેક પર છે. સમાચારમાં કહેવામાં આવ્યું હતું કે યશ સાથે કેજીએફ ૩ના શૂટિંગ પહેલા તે સાઉથ સુપરસ્ટાર જુનિયર એનટીએર સાથે એક ફિલ્મમાં કામ કરશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે એનટીઆર અને પ્રશાંત નીલની આ ફિલ્મ વર્ષ ૨૦૨૪ના અંત સુધીમાં ફ્લોર પર જશે.
મીડિયા રિપોર્ટ મુજબ એવું પણ કહેવામાં આવ્યું છે કે પ્રશાંત અને યશને કેજીએફ ૩ને લઈને ઉતાવળ નથી. બંનેએ પરસ્પર સંમતિથી ર્નિણય લીધો છે કે જ્યારે તેમની પાસે આવી સ્ક્રિપ્ટ હશે જે અગાઉના બે પાર્ટ સાથે મેચ થતી હોય તો બંને ત્રીજા ભાગ પર કામ કરવાનું શરૂ કરશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પ્રશાંત જુનિયર એનટીઆર સાથે શૂટિંગ કર્યા પછી જ કેજીએફ ૩ પર કામ કરવાનું શરૂ કરશે. કેજીએફ ૨ને ભારતમાં તેમજ અન્ય દેશોમાં પસંદ કરવામાં આવી હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર કમાણીનો રેકોર્ડ બનાવ્યો હતો. આ ફિલ્મે દુનિયાભરમાંથી ૧૨૦૦ કરોડથી વધુની કમાણી કરી હતી.