લોકપ્રિય યુ ટ્યૂબર ભુવન બામના પેરેન્ટ્‌સનું કોરોનાને કારણે અવસાન

ફિલ્મી દુનિયા
ફિલ્મી દુનિયા 49

મુંબઈ,
લોકપ્રિય યુ ટ્યૂબલ ભુવન બામના પેરેન્ટ્‌સનું કોરોનાને કારણે એક મહિનાની અંદર અવસાન થયું હતું. આ અંગેની માહિતી ભુવન બામે સો.મીડિયામાં ઇમોશનલ પોસ્ટ શૅર કરીને આપી હતી. આ પોસ્ટમાં ભુવને પેરેન્ટ્‌સની તસવીરો પણ શૅર કરી છે.
બંને લાઇફલાઇન્સને ગુમાવી દીધી ભુવને કહ્યું હતું, ‘કોવિડને કારણે મેં મારી બંને લાઇફલાઇન્સને ગુમાવી દીધી. આઈ (મમ્મી) તથા બાબા (પપ્પા) વગર પહેલાં જેવું કંઈ જ નથી. એક મહિનામાં બધું જ વેરવિખેર થઈ ગયું. ઘર, સપનાઓ અને બધું જ. મારી આઈ મારી પાસે નથી. મારા બાબા મારી પાસે નથી. હવે ફરીથી જીવતાં શીખવું પડશે, પરંતુ મન માનતું નથી.’
ભુવને કહ્યું, ‘શું હું એક સારો દીકરો હતો? શું મેં તેમને બચાવવાના પૂરતા પ્રયાસો કર્યાં હતાં? મારા હવે હંમેશાં આ સવાલોની સાથે જીવવાનું છે. હું તેમને બીજીવાર મળવા માટે રાહ જાેઈ શકું તેમ નથી. હું પ્રાર્થના કરું છું કે તે દિવસ જલ્દી આવે.’
સેલેબ્સ તથા ફ્રેન્ડ્‌સે સાંત્વના પાઠવી રાજકુમાર રાવે કહ્યું, ‘તારા જીવનમાં જે ખોટ પડી તેના પ્રત્યે ખેદ છે. મને ખ્યાલ છે કે તે ઘણું જ કર્યું છે. આપણે જે કરી શકતા હતા, તે કર્યું. નસીબમાં જે લખાયું હોય તેને કોઈ બદલી શકે નહીં. તારા પેરેન્ટ્‌સ ક્યારેય તને નહીં છોડે, તેમના આશીર્વાદ હંમેશાં તારી સાથે રહેશે. ભગવાન તને શક્તિ આપે. હું હંમેશાં તારી સાથે છું.’
કેરી મિનાટીએ પણ શોક વ્યક્ત કર્યો આયુષ્માન ખુરાનાની પત્ની તાહિરાએ કમેન્ટ કરતાં કહ્યું, ‘માફ કરજે ભુવન, ભગવાન તને તાકાત આપે.’ ઇન્ડિયન યુ ટ્યૂબર આશીષ ચંચલાણીએ કહ્યું, ‘આઘાતમાં છું. અમે બધા તારી સાથે છીએ અને હંમેશાં રહીશું. કોઈ પણ તેમની જગ્યા લઈ શકે તેમ નથી. કોઈને ખબર ના પડે તમે કયા દર્દમાંથી પસાર થઈ રહ્યાં છો. તે તમને ઘણો જ પ્રેમ કરતાં હતાં. ઓમ શાંતિ.’ કેપી મિનાટીના નામથી લોકપ્રિય અજય નાગરે કહ્યું હતું, ‘હંમેશાં તમારી સાથે છું ભાઈ.’ ઉલ્લેખનીય છે કે ૨૦૨૦માં નવેમ્બરમાં ભુવન બામને પણ કોરોના થયો હતો. તે ઘરમાં જ આઇસોલેશમાં રહ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.