પત્નીની હત્યાના આરોપમાં પ્રખ્યાત યુટ્યુબ કલાકાર જીતુ જાનની પોલીસે કરી ધરપકડ

ફિલ્મી દુનિયા

મુંબઈ,
પ્રખ્યાત યુટ્યુબ કલાકાર જીતેન્દ્ર ઉર્ફે જીતુ જાનને તાજેતરમાં ભંડુપ પોલીસે ધરપકડ કરી છે. જીતેન્દ્ર ઉર્ફે જીતુ જાન પર તેની પત્ની કોમલ અગ્રવાલની હત્યા કરવાનો આરોપ છે. યુટ્યુબરની પત્ની તાજેતરમાં જ પંખા સાથે લટકતી મળી આવી હતી. જે બાદ કેસની તપાસમાં રોકાયેલા પોલીસે શરૂઆતમાં અકસ્માત મોતનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી. પોલીસ તપાસ દરમિયાન મૃતક કોમલ અગ્રવાલના પરિવારે તેના પતિ જીતેન્દ્ર સામે ગુનો નોંધ્યો હતો.
કોમલની માતા અને બહેન પ્રિયાએ તેમના નિવેદનમાં કહ્યું હતું કે જીતુ ઘરના કામને લઇને પત્નીને માર મારતો હતો. આ આરોપ બાદ યુટ્યુબરની ધરપકડ કરવામાં આવી છે. જીતેન્દ્ર વિરુદ્ધ આઈપીસીની કલમ ૩૦૪,૩૬૨૩, ૩૦૬ (આત્મહત્યાના ગુનામાં) અને ૬૦૬ (ધમકી આપવાની સજા) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
હાલ પોલીસ કોમલના પોસ્ટમોર્ટમ અને ઓટોપ્સી રિપોર્ટની રાહ જાેઈ રહી છે. જે આવ્યા બાદ જ ખબર પડશે કે કોમલે ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી કે તેની હત્યા કરાઈ હતી.
જીતેન્દ્ર એ મુંબઇ બેસ્ડ યુ ટ્યુબર છે, જે સો.મીડિયા પ્લેટફોર્મ પર જીતુ જાન તરીકે પ્રખ્યાત છે. સો.મીડિયા પ્લેટફોર્મ પર જીતુ જાનના ૨૮૪દ્ભ થી વધુ સબ્સ્ક્રાઇબર્સ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.