મુંબઈના ગોરેગાંવમાં ફાઇવ સ્ટાર હોટેલમાં ચાલતા સેક્સ રેકેટનો પોલીસે કર્યો પર્દાફાશ

ફિલ્મી દુનિયા

મુંબઈ,
મુંબઈના ઉપનગરીય ગોરેગાંવમાં ફાઇવ સ્ટાર હોટેલમાં ચાલતા સેક્સ રેકેટનો પોલીસે પર્દાફાશ કર્યો હતો. આ કેસમાં પોલીસે ત્યાંથી બોલિવૂડ અભિનેત્રી સહિત ત્રણ છોકરીઓની ધરપકડ કરી છે. પોલીસે આરોપી સામે ભારતીય દંડ સંહિતાની કલમ દેહ વ્યાપાર એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, શુક્રવારે મોડી સાંજે ક્રાઇમ બ્રાંચની ટીમે ફાઇવ સ્ટાર હોટલ પર દરોડા પાડ્યા હતા.
પોલીસ ટીમના સભ્યોને ગ્રાહકો તરીકે હોટલમાં મોકલવામાં આવ્યા હતા, જ્યાં તેઓ સેક્સ રેકેટના ડીલરોને મળ્યા હતા. આ પછી પોલીસે દરોડા પાડ્યા હતા અને ૩ મહિલાઓને સ્થળ પરથી બચાવી લેવામાં આવી હતી. પોલીસે ધરપકડ કરેલી ત્રણ મહિલાઓમાંની એક બોલિવૂડ અભિનેત્રી છે. તેની ઉપર મોટી હોટલોમાં દેહ વ્યાપાર માટે બોલિવૂડ અને ટીવી ઇન્ડસ્ટ્રીથી સંબંધિત અભિનેત્રીઓને લાવવાનો આરોપ છે.
આરોપ છે કે બોલીવુડના બેલી ડાન્સર અને બે ટીવી સીરિયલ કલાકારોએ હોટેલમાં દેહ વેપાર માટે ૧૦ લાખ રૂપિયામાં સોદો કર્યો હતો. પોલીસે તુરત રેકેટનો પર્દાફાશ કર્યો હતો અને કેસની કાર્યવાહી શરૂ કરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.