
અરિજીત અને રણબીરના વિડીયો પર લોકો થઇ રહ્યા છે ફિદા
મુંબઈ, રણબીર કપૂરની એનિમલને લઇને દર્શકોની વચ્ચે એક અલગ ક્રેઝ બની ગયો છે. આ ફિલ્મની ચારેબાજુ હાલમાં ચર્ચાઓ થઇ રહી છે. ચર્ચા થવા પાછળનું મુખ્ય કારણ આમાં રણબીર, લેખક નિર્દેશક સંદીપ રેડ્ડી વાંગાની સાથે કામ કરી રહ્યા છે. ફેન્સ આ દિવસોમાં એક્ટર સાથે જોડાયેલી દરેક અપડેટને લઇને ઉત્સાહિત છે. આ વચ્ચે એક્ટરનો એક વિડીયો હાલમાં ખૂબ વાયરલ થઇ રહ્યો છે, જેમાં સ્ટેજ પર બધાની સામે એવું કરી રહ્યા છે કે લોકો ફિદા થઇ ગયા છે. ફેન્સ આ વિડીયો જોઇને ખૂબ ખુશ થઇ ગયા છે. આ વિડીયોને લઇને રણબીરની ચારેબાજુ લોકો ચર્ચા કરીને ખુશ થઇ ગયા છે.
હાલમાં રણબીર કપૂરની ફિલ્મ એનિમલને લઇને એક નવો કોન્સર્ટ રાખવામાં આવ્યો હતો, જ્યાં અરિજીત સિંહ ફિલ્મનું ગીત સતરંગા પર પરફોર્મ કરી રહ્યા હતા. અરિજીત સિંહ જેવી રીતે ગીત ગાવાનું શરૂ કરે છે ત્યાં રણબીર કપૂર સ્ટેજ પર એન્ટ્રી લેતા જોવા મળે છે. પછી અરિજીત સિંહને જોતા રણબીર કપૂર માથુ ઝુકાવે છે અને પછી સિંગરની આગળ નત મસ્તક થઇ જાય છે. આટલું જ નહીં આ પછી રણબીર અરિજીતના પગે લાગતા પણ જોવા મળે છે. રણબીર પોતાના માટે આ સમ્માન જોઇને અરિજીત સિંહ એને ગળે મળી પડે છે. બન્નેનો પ્રેમ ભર્યો આ વિડીયો હાલમાં સોશિયલ મિડીયામાં ખૂબ વાયરલ થઇ રહ્યો છે.
એકબીજા માટે સમ્માન અને ઇજ્જત જોઇને ફેન્સમાં ખુશી સમાતી નથી. ત્યાં રણબીર કપૂરના લોકો આ વિશે વખાણ પણ કરી રહ્યા છે. ફિલ્મ એનિમલની વાત કરીએ તો આ ક્લાસિક સાગામાં અનિલ કપૂર, રણબીર કપૂર, રશ્મિકા મંદાના, બોબી દેઓલ અને તૃપ્તિ ડિમરી જેવા શાનદાર કલાકાર જોવા મળી રહ્યા છે. એનિમલ ફિલ્મનું નિર્માણ ભુષણ કુમાર અને કૃષ્ણ કુમારની ટી સીરીઝ, મુરાદ ખેતાનીની સિને૧ સ્ટૂડિયો અને પ્રણય રેડ્ડી વાંગાની ભદ્રકાળી પિક્ચર્સ દ્રારા કરવામાં આવ્યુ છે. આ ફિલ્મ એક ડિસેમ્બરના રોજ રિલીઝ થશે. આ ફિલ્મ હિન્દી, તેલુગુ, તમિલ, કન્નડ તેમજ મલયાલમમાં રિલીઝ થવા માટે તૈયાર છે.