
પરિણીતી લગ્નની તૈયારી વચ્ચેVersovaમાં જોવા મળી
મુંબઈ, બૉલીવુડ એક્ટ્રેસ પરિણીતી ચોપડા ટૂંક સમયમાં આપ સાંસદ રાઘવ ચડ્ઢા સાથે લગ્નના બંધનમાં બંધાશે. આ દરમિયાન આજે તે વર્સોવામાં જોવા મળી હતી. રેન્જરોવરમાં આવેલી પરિણીતાએ છીકણી કલરનું પેન્ટ અને વ્હાઇટ શર્ટ પહેર્યો હતો. ઉપરાંત આંખો પર ચશ્મા પહેર્યા હતા. બૉલીવુડ એક્ટ્રેસ પરિણીતી ચોપડા અને આપ સાંસદ રાઘવ ચડ્ઢા ૨૪ સપ્ટેમ્બરે પંજાબી રીતિ-રિવાજ મુજબ લગ્નના બંધનમાં બંધાશે.
પરિણીતી ચોપડા અને રાઘવ ચડ્ઢાના લગ્નના તમામ કાર્યક્રમો ઉદયપુરની હૉટેલ લીલા અને તાજ લેક પેલેસમાં યોજાશે. રાઘવ ચડ્ઢા અને પરિણીતી ચોપડાએ આ વર્ષે ૧૩ મેએ દિલ્હીના કપૂરથલા હાઉસમાં સગાઈ કરી હતી. પરિણીતી ચોપડાના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો, અભિનેત્રી છેલ્લીવાર અમિતાભ બચ્ચન સાથે ફિલ્મ ‘ઊંચાઈ’માં જોવા મળી હતી. હવે તે અમરસિંહ ચમકીલાની બાયૉપિક ‘ચમકીલા’માં જોવા મળશે. આ ફિલ્મનું નિર્દેશન ઇમ્તિયાઝ અલીએ કર્યું છે જેમાં પરિણીતી ચોપડા સાથે દિલજીત દોસાંઝ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.