પરિણીતી ચોપરા અને રાઘવે હનીમૂન પર જવાનું માંડી વાળ્યું

ફિલ્મી દુનિયા

મુંબઈ, નવદંપતી પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાએ હનીમૂન પર જવાનું માંડી વાળ્યું છે. તેઓ થોડા સમય બાદ હનીમૂન પર જાય તેવી અટકળો છે. પરિણીતીની અક્ષય કુમાર સાથેની ફિલ્મ ‘મિશન રાણીગંજ’ આવી રહી છે. આ ફિલ્મનું પ્રમોશન ટુંક સમયમાં શરૂ થઈ જવાનું છે. આથી પરિણીતી તેમાં વ્યસ્ત થઈ જશે. બીજી તરફ રાઘવ ચઢ્ઢા પણ રાજકીય ગતિવિધિમાં વ્યસ્ત થઈ જશે.

પરિણીતી અને રાઘવ બંને પોતપોતાના ક્ષેત્રમાં વ્યસ્ત થતાં પહેલાં પરિવાર સાથે થોડો સમય વિતાવવા માગે છે. આથી તેમણે લગ્ન પછી તત્કાળ હનીમૂન પર જવાનું માંડી વાળ્યું છે.

બંનેના ફેમિલી માટેનું રિસેપ્શન શનિવારે તા. ૩૦મીએ ચંડીગઢમાં યોજાવાનું છે. તેનું ઇન્વિટેશન કાર્ડ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ચૂકયું છે. એ પછી આગામી તારીખ ચોથી ઓકટોબરે મુંબઈમાં પણ બંનેના બોલીવુડના મિત્રો માટે રિસેપ્શન યોજાવાનું છે એમ કહેવાય છે. જોકે, આ બાબતને હજુ કોઈ સમર્થન મળ્યું નથી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.