દિલ્હીમાં પરિણીતિ અને રાધવ ચઢ્ઢાની સગાઈ

ફિલ્મી દુનિયા

મુંબઈ,  ઈન્ટરનેટ પર ચાલી રહેલા સમાચારોની માનીએ તો બોલિવુડ અભિનેત્રી પરિણીતિ ચોપરા આ શનિવારે ૧૩ મેના રોજ આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢા સાથે સગાઈ કરવાની છે. પરિણીતિ અને રાઘલ છેલ્લા કેટલાય સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે અને તેમના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે,

બંનેને એક સાથે રેસ્ટોરેન્ટ અને એરપોર્ટ પર સ્પોટ થયા હતા. ૧૩મી મેના રોજ સગાઈની વિધિઓની અફવાઓની વચ્ચે બંને એક સાથે દિલ્હી પહોંચ્યા હતા. ત્યારે સગાઈના બે દિવસ પહેલા પરિણીતિના ઘરને લાઈટોથી શણગારવામાં આવ્યુ છે. પાપારાઝીના સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા વીડિયો અને તસવીરો મુજબ પરિણીતિના ઘરને રોશનીથી શણગારવામાં આવ્યું છે. હાલ તેનો વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં પરિણીતિનું ઘર એકદમ લાઈટથી શણગારવામાં આવ્યુ છે

તેવુ વિડીયોમાં જોવા મળી રહ્યુ છે. જાણવા મળી રહ્યું છે કે, પરિણીતિના ઘરે સગાઈ વિધિની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. રિપોર્ટ મુજબ, રાઘવ ચઢ્ઢા અને પરિણીતિ ચોપરાની સગાઈ ૧૩મી મેના રોજ દિલ્હીમાં થશે. મીડિયા રિપોર્ટ મુજબ, આ સગાઈ વિધિમાં પરિણીતિ અને રાઘવની સગાઈમાં આશરે ૧૫૦ નજીકના મિત્રો અને પરિવારના સદસ્યોને આમંત્રણ આપવામાં આવ્યું છે.

જોકે, હજુ સુધી લગ્નની તારીખ નક્કી કરવામાં આવી નથી, પરંતુ આ વર્ષના અંત સુધીમાં બંનેના લગ્ન થઈ શકે છે. આ દરમિયાન બંને બે દિવસ પહેલા રાધલ ચઢ્ઢા અને પરિણીતિ ચોપરા એક સાથે દિલ્હીમાં જોવા મળ્યા હતા. પરિણીતિ ચોપરાએ મરુન કુર્તા સેટ પહેર્યુ હતુ, જ્યારે રાધવ ચઢ્ઢાએ કાળો શર્ટ અને બેઝ પેટમાં પહેર્યુ હતુ.બંને જેવા બહાર નીકળ્યા હતા ત્યારે પાપરાઝીએ પરિણીતિને પૂછયુ હતુ કે, શું તે તેના લગ્નમાં બોલાવશે? પરિણીતિ અને રાધવે કોઈ જવાબ આપ્યો ન હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.