પં.શિવકુમાર શર્માને સંપૂર્ણ રાજકીય સન્માન સાથે અંતિમ વિદાય આપવામા આવી
વિશ્વવિખ્યાત સંતુરવાદક અને સંગીતકાર પંડિત શિવકુમાર શર્માનો પાર્થીવદેહ ફિલ્મ અને સંગીત ક્ષેત્રની હસ્તીઓની હાજરીમાં વિલેપાર્લેના પવનહંસ પાસેના સ્મશાનમાં પંચમહાભૂતમાં વિલિન થઈ ગયો હતો.જ્યા સદગતને સંપૂર્ણ રાજકીય સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી.શિવકુમાર શર્માનું હાર્ટઅટેકને લીધે નિધન થયું હતું.ત્યાર બાદ સદ્ગતના પાર્થીવદેહને અંતિમ દર્શન માટે તેમના જૂહુ સ્થિત નિવાસસ્થાને રાખવામાં આવ્યો હતો.જ્યાં અમિતાભ બચ્ચન,જયા બચ્ચન,જાવેદ અખ્તર,શબાના આઝમી સહિતના કલાકારો અને કસબીઓએ અંતિમદર્શન કરી પુષ્પાંજલી અર્પણ કરી હતી.ત્યારબાદ શણગારેલા વાહનમાં સંગીતની દુનિયાના દિગ્ગજ કલાકારની સ્મશાનયાત્રા નીકળી હતી અને પવનહંસ પાસેની સ્મશાનભૂમિએ પહોંચી હતી.જ્યા અર્થીને ગાડીમાંથી ઉતારવામાં આવ્યા બાદ નનામીને તબલાનવાઝ ઝાકીર હુસેને કાંધ આપી હતી જેમા ગાર્ડ ઓફ ઓનર આપ્યા બાદ શિવજીના સંગીતકાર પુત્ર રાહુલ અને રોહિતે અગ્નિદાહ આપ્યો હતો.શિવજીના દાયકાઓ જૂના સંગીત- સફરના સંતાથી અને મહાન વાંસળીવાદક પંડિત હરિપ્રસાદ ચૌરસિયા તો સાથીની વિદાયથી રીતસર ભાંગી પડયા હતા.