સ્વરા ભાસ્કર માટે દુબઈ થઈને બરેલી પહોંચ્યો પાકિસ્તાની લહેંગો

ફિલ્મી દુનિયા

મુંબઈ, બોલીવુડ અભિનેત્રી સ્વરા ભાસ્કર સપા નેતા ફહદ અહેમદ સાથે લગ્નના બંધનમાં બંધાઈ ગઈ છે. તેના લગ્નની સેરેમની દિલ્હી અને બરેલીમાં ખૂબ જ ઉત્સાહ સાથે સેલિબ્રેટ કરવામાં આવી હતી. એક તરફ તો તેની હલ્દી સેરેમનીમાં હોળી રમવામાં આવી તો બીજી તરફ રાત્રે કવ્વાલીના ફંક્શનનુ પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન સ્વરા અને ફહાદની વાલીમા પાર્ટી તાજેતરમાં જ બરેલીમાં યોજાઈ હતી. સ્વરા આ પાર્ટીમાં દુલ્હનની જેમ સજેલી જોવા મળી હતી. તેણે પાકિસ્તાની ડિઝાઈનર અલી ઝીશાન દ્વારા ડિઝાઈન કરેલો લહેંગો પહેર્યો હતો. આ લહેંગાને પાકિસ્તાનથી ભારતમાં લાવવાની સ્ટોરી પણ અલગ જ છે.

સ્વરાએ પોતે સોશિયલ મિડીયામાં આ અંગે જાણકારી આપી હતી. સ્વરા તેની વાલીમામાં સુંદર ગોલ્ડન લહેંગો પહેરેલી જોવા મળી હતી. બીજી તરફ ફહાદે પણ સ્વરા સાથે મેચિંગ કરતી શેરવાની પહેરી હતી. અહીં ઉલ્લેખનીય છે કે, આ સેરેમની માટે બંનેના કપડા પાકિસ્તાનથી આવ્યા છે. સ્વરાએ ટ્વીટ કર્યું, ‘મારો વલિમા આઉટફિટ લાહોરથી પહેલા દુબઈ પછી મુંબઈ પછી દિલ્હી થઈને બરેલી પહોંચ્યો છે. અલી ઝીશાનની આવડત જોઈને હું આશ્ચર્યચકિત થઈ ગઈ છું. જ્યારે મેં તેને ફોન કરી જણાવ્યું કે હું મારા વાલીમામાં તેનો ડિઝાઈનર ડ્રેસ પહેરવા માંગુ છું, ત્યારે તેમની આત્મીયતાએ મને તેની પ્રશંસા કરવા મજબૂર કરી દીધી હતી.

સ્વરાએ ટ્વીટ કરતા આગળ જણાવ્યું કે, અલીએ મારા અને ફહદ માટે માત્ર આઉટફિટ્સ ડીઝાઈન જ નથી કર્યા, પણ ઘણા બધા મેસેજ અને એમ્બ્રોઇડરી સાથે કસ્ટમાઇઝ પણ કર્યા છે. સરહદ પારથી મારી મિત્ર એની જમાન મારી મદદે આવી અને મને એ વાતની ખાતરી આપી કે મારો આઉટફીટ દુબઈ પહોંચી જશે. સ્વરાએ આગળ લખ્યું, ‘તેણે મને મદદ કરી. અલીને હું કયારેય મળી નથી. તે લાહોરમાં રહે છે, તેમણે નક્કી કર્યું કે હું મારા લગ્નના અંતે આ આઉટફીટ પહેરી શકું.

આ બધાએ મને એ વાતનો અહેસાસ કરાવ્યો કે પ્રેમ અને મિત્રતાને સીમાઓ અને સરહદોમાં કયારેય બાંધી શકાતી નથી. તમારા બંનેનો આભાર. નોંધનીય છે કે, ૩૪ વર્ષીય સ્વરા ભાસ્કરે ફેબ્રુઆરીમાં સપા નેતા ફહદ સાથે મુંબઈમાં કોર્ટ મેરેજ કર્યા હતા. લગ્ન બાદ માર્ચમાં દિલ્હી અને બરેલીમાં આ કપલના લગ્ન ધામધૂમથી કરવામાં આવ્યા હતા. તેમના લગ્નની ઉજવણીમાં રાહુલ ગાંધી, અરવિંદ કેજરીવાલ સહિત અનેક નેતાઓ પણ હાજરી આપવા પહોંચ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.