પદ્મિની કોલ્હાપુરી અને નીતુ કપૂરે કર્યો નાટુ નાટુ પર ડાન્સ

ફિલ્મી દુનિયા

મુંબઈ, હિન્દી સિનેમાનાં પીઢ અભિનેત્રી નીતુ કપૂર વર્ષોથી ફિલ્મોથી દૂર છે, પરંતુ તેઓ સોશિયલ મીડિયા પર ઘણાં એક્ટિવ છે. તેઓ અવારનવાર કોઈકને કોઈક વીડિયો કે ફોટો પોસ્ટ કરતાં જ રહે છે. ત્યારે હવે તેઓ ફરી એક વાર ચર્ચામાં આવ્યાં છે. કારણ કે, આ વખતે હિન્દી સિનેમાનાં પીઢ અભિનેત્રી પદ્મિની કોલ્હાપુરેએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે,

જેમાં તેઓ નીતુ કપૂર સાથે નાટૂ નાટૂ ગીત પર ડાન્સ કરતા જોવા મળી રહ્યાં છે. આ બંને અભિનેત્રીના ફેન્સને તેમનો આ વીડિયો ખૂબ પસંદ આવી રહ્યો છે. મહત્વનું છે કે, ફિલ્મ આરઆરઆરના નાટૂ નાટૂ ગીતને હાલમાં જ ઓસ્કર મળ્યો હતો. જોકે, પહેલાંથી જ આ ગીત ખૂબ જ ફેમસ છે. ત્યારે હવે અભિનેત્રી પદ્મિની કોલ્હાપુરે અને નીતુ કપૂરે એકસાથે નાટૂ નાટૂ ગીત પર ડાન્સ કરતો વીડિયો શેર કર્યો છે, જેમાં નીતુ કપૂરની એનર્જી જોઈને દર્શકો પણ હેરાન થઈ ગયા છે. જોકે, નાટૂ નાટૂ ગીત પર ડાન્સ કરતા લોકો ૨ વાર વિચારે છે.

ત્યાં આ બંને અભિનેત્રીઓ આ ગીતના મુવ્સ પર જોરદાર ડાન્સ કરતાં જોવા મળી રહી છે. તેમનો આ વીડિયો સોશિયલ મીડિયા પર સૌનું દિલ જીતી રહ્યો છે. અભિનેત્રી પદ્મિની કોલ્હાપુરેએ આ ડાન્સ વીડિયો તેમના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. હાલમાં જ એસ. એસ. રાજામૌલીની ફિલ્મ આરઆરઆરના ગીત નાટૂ નાટૂને ઓસ્કર એવોર્ડ મળ્યો હતો.

આ ફિલ્મમાં અભિનેતા રામચરણ અને જૂનિયર એનટીઆરે જોરદાર ડાન્સ સ્ટેપ કર્યા છે, જેને વિશ્વભરના ફેન્સ પસંદ કરી રહ્યા છે. જોકે, નીતુ કપૂર અને પદ્મિની કોલ્હાપુરેએ આવા મુશ્કેલ સ્ટેપ્સને કોપી કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે, જેને જોઈને ફેન્સ પણ ખુશ થઈ ગયા છે. આ વીડિયોને જોઈને એવું લાગી રહ્યું છે કે, આ અભિનેત્રીઓ મિત્રો સાથે મોજ કરી રહી છે. અહીં આસપાસ બેઠેલી મહિલાઓ તાળીઓ પાડીને તેમને પ્રોત્સાહન પૂરું પાડી રહી છે. નીતુ કપૂર અને પદ્મિની કોલ્હાપુરે નાટૂ નાટૂ ગીત પર રોકાયા વગર ડાન્સ કરી રહ્યાં છે.

જ્યારે સામે એક વ્યક્તિ તેમનો વીડિયો બનાવી રહ્યાં છે. આ વીડિયોમાં આમ તો બંને અભિનેત્રીઓ પોતાની પૂરી એફર્ટ લગાવી રહી છે, પરંતુ નીતુ કપૂરની એનર્જી જોઈને લોકોના હોંશ જરૂર ઉડી ગયા છે. સોશિયલ મીડિયા પર એક યુઝરે લખ્યું હતું કે, વિશ્વાસ નથી થતો કે ૬૪ વર્ષની વયે આવી એનર્જી અને લુક હજી પણ કાયમ છે. જ્યારે અન્ય એકે લખ્યું હતું કે, ૨ સુંદર અભિનેત્રી એક ફ્રેમમાં. આમ તો, નીતુ કપૂર અવારનવાર સોશિયલ મીડિયા પર ડાન્સ વીડિયોઝ પોસ્ટ કરતાં રહેતાં હોય છે. કયારેક પર્સનલ પાર્ટી તો કયારેક ટીવી રિયાલિટી શૉમાં નીતુ કપૂર ડાન્સ કરવાની તક ગુમાવતાં નથી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.