એનિવર્સરી પર નેહાએ પતિ અંગદ બેદી પર વરસાવ્યો પ્રેમ
મુંબઈ, નેહા ધૂપિયા અને અંગદ બેદી બોલિવુડના મોસ્ટ પોપ્યુલર કપલ્સમાંથી એક છે. બેસ્ટ ફ્રેન્ડ બનવાથી એકબીજા સાથે લગ્ન કરવા સુધી, તેઓ હંમેશા ફેન્સને કપલ્સ ગોલ્સ આપતાં આવ્યા છે. નેહા અને અંગદે ૧૦ મે, ૨૦૧૮ના રોજ પરિવારના સભ્યોની હાજરીમાં લગ્ન કર્યા હતા. કપલે સોશિયલ મીડિયા પર લગ્નની તસવીરો શેર કરી ત્યાં સુધી તેઓ એકબીજાને ડેટ કરી રહ્યા હતા તેની ભાળ પણ કોઈને થવા દીધી નહોતી. તેઓ દીકરી મહેર અને દીકરા ગુરીકના માતા-પિતા છે. કપલના લગ્નને આજે (૧૦ મે) ચાર વર્ષ પૂરા થઈ ગયા છે. ખાસ દિવસે બંનેએ એકબીજાને સોશિયલ મીડિયા પર ખાસ પોસ્ટ મૂકીને વેડિંગ એનિવર્સરીની શુભેચ્છા આપી છે.
નેહા ધૂપિયાએ જે વીડિયો શેર કર્યો છે, તેમાં અંગદ બેદીના તેના પગમાં મસાજ કરી રહ્યો છે. આ વીડિયોમાં બંનેના એક્ઝોટિક બીચ વેકેશનની કેટલીક તસવીરો, દીકરી મહેર સાથે કરેલી મસ્તીની ક્ષણો દેખાડી છે. અંતમાં બંનેને લિપલોક કરતાં પણ જાેઈ શકાય છે. એક્ટ્રેસે આ સાથે લખ્યું છે ‘૪ વર્ષ…બે બાળક અને જીવનભરનો સાથ #happyanniversary માય લવ અંગદ બેદી’. વીડિયો પર કોમેન્ટ કરીને દિયા મિર્ઝા સહિતના ફ્રેન્ડ્સ અને ફેન્સને કપલને વિશ કર્યું છે.
આ સિવાય અંગદ બેદીએ પણ લગ્નની કેટલીક તસવીરોનો વીડિયો શેર કર્યો છે. આ સાથે તેણે લખ્યું છે ‘શ્રીમતી બેદી ચાર વર્ષ મુબારક. ૧૦ મે ૨૦૧૮-૨૦૨૨ ચાર વર્ષ પહેલા બંધ થયો હતો. આજે પણ અંદર જ છું!! લગ્ન કર્યા તે પહેલા પૈસા નહોતા. ખર્ચા પણ નહોતા. પરંતુ તું પણ નહોતી. મહેર નહોતી કે ગુરીક પણ નહોતો. આ ચાર વર્ષની અંદર બધું સારું રહ્યું બસ માત્ર ઓછા ખર્ચો કર. મજાકને બાજુમાં મૂકીએ, તે મને ઘણું આપ્યું છે અને આ સુંદર ઘરને સાથે રાખ્યું છે. તારી સાથે સમય પસાર કરવો તે હંમેશા ખાસ રહેશે. ઝઘડા. બૂમો. રડવું. તે ત્યાં જ છે!! મને જાણ છે કે, તું હંમેશા મારી પડખે રહીશ અને હું તારી સાથે. ચાલ પ્લાન ન બનાવીએ.
પાણીની જેમ બનીએ અને પોતાનો આકાર બનાવીએ. જીવનને મન ભરીને માણીએ. વાહેગુરુ મહેર કરે…@nehadhupia અંગદ બેદીની પોસ્ટ પર કોમેન્ટ કરતાં નેહા ધૂપિયાએ લખ્યું છે ‘માય લવ. આઈ લવ યુ. આ સિવાય હર્ષદીપ કૌર, સબા પટૌડી, હરભજન સિંહ, સોફી ચૌધરી તેમજ ઈશા ગુપ્તાએ બંનેને ‘હેપ્પી એનિવર્સરી’ વિશ કર્યું છે.