બોલીવુડ અભિનેતા ધર્મેન્દ્રએ નવી ફિલ્મ સાઈન કરી

ફિલ્મી દુનિયા

બોલિવુડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રએ 87 વર્ષની વયે બોલીવૂડમાં વધુ એક ફિલ્મ સાઈન કરી છે.જેમાં તેઓ આગામી સમયમાં દિનેશ વિઝનની એક ફિલ્મમાં દેખાશે.આ રોબોટિક્સ પર આધારિત એક અનોખી રોમેન્ટિક કોમેડી હશે.જેમાં કૃતિ સેનોન રોબોટના રૂપમાં જોવા મળશે.આ ફિલ્મમાં શાહિદ કપૂર એક વૈજ્ઞાનિકની ભૂમિકામાં છે.આ ફિલ્મમાં ડિમ્પલ કાપડિયા પણ મહત્વના રોલમાં છે.આ ફિલ્મનું શૂટિંગ ગયા વર્ષે મુંબઇ,દિલ્હી અને યુરોપમાં કરવામાં આવ્યું છે.ત્યારે ધર્મેન્દ્રનો પણ આ પ્રોજેક્ટમાં પ્રવેશ થયો છે અને તેમણે શૂટિંગ પણ શરૂ કરી દીધું છે.કરણ જોહરની રોકી ઔર રાની કી પ્રેમ કહાની,દિનેશ વિઝનની આ ફિલ્મ તેમજ શ્રીરામ રાઘવનની પણ એક ફિલ્મ તેમની પાસે છે.આ ઉપરાંત તેઓ અપને ટૂમાં પણ દેખાશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.