ના સ્ટારકિડ કે ના એક્ટર! કોને ડેટ કરી રહી છે ખુશી કપૂર?

ફિલ્મી દુનિયા

મુંબઈ, બોલિવૂડ ગલિયારીમાં એક્ટર્સના રિલેશનશિપ અને અફેરના સમાચારો વહેતા થવા સામાન્ય વાત છે. ઘણીવાર એવું જોવા મળે છે કે એક્ટર્સના નામ એકબીજા સાથે જોડાયેલા રહે છે. હવે આ જ કડીમાં વધુ એક નામ જોડાયું છે, જેની ડેટિંગના સમાચારો જોરશોરથી ચાલી રહ્યા છે. તે બીજું કોઈ નહીં પણ દિવંગત બોલિવૂડ એક્ટ્રેસ શ્રીદેવીની નાની દીકરી ખુશી કપૂર છે. આ દિવસોમાં જ્યાં તે તેના બોલિવૂડ ડેબ્યૂ માટે ચર્ચામાં છે, ત્યાં તેના અફેરના સમાચારોએ હંગામો મચાવ્યો છે.

જાહ્નવી કપૂરની નાની બહેન ખુશી કપૂર આ દિવસોમાં પોતાના બોલિવૂડ ડેબ્યૂને લઈને ચર્ચામાં છે. લોકો તેની ડેબ્યૂ ફિલ્મ ‘ધ આર્ચીઝ’ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જેમાં શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાન અને અમિતાભ બચ્ચનનો દોહિત્ર અગસ્ત્ય પણ આ ફિલ્મ દ્વારા એક્ટ્રેસ સાથે સ્ક્રીન શેર કરતા જોવા મળશે. હવે ડેબ્યુ પહેલા જ ખુશીના ડેટિંગના સમાચાર મીડિયામાં આવવા લાગ્યા છે, જેનાથી ફેન્સ ચોંકી ગયા છે. ત્યારપછી તેમના ડેટિંગના સમાચાર વધુ ચર્ચામાં આવ્યા હતા. હવે સવાલ એ છે કે તે કોને ડેટ કરી રહી છે? તો ચાલો તે પણ જણાવીએ. ખુશી કપૂર ન તો એક્ટર છે કે ન તો સ્ટાર કિડને ડેટ કરી રહી છે.

પરંતુ રિપોર્ટ મળી રહ્યાં છે કે તે એક સિંગરને ડેટ કરી રહી છે જેણે તેના માટે એક ખાસ સોન્ગ કમ્પોઝ કર્યું છે. તે બીજું કોઈ નહીં પણ એપી ધિલ્લોન છે. હા, તે એ જ સિંગર છે જેણે ‘બ્રાઉન મુંડે’ ગાયું છે. રિપોર્ટ કહેવામાં આવી રહ્યું છે કે, શ્રીદેવીની નાની દીકરી સિંગરને ડેટ કરી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે બંને વચ્ચે કંઈકને કંઇક રંધાઇ રહ્યું છે. એપી ધિલ્લોને તેના સોન્ગ ટ્રૂ સ્ટોરીઝમાં કહ્યું હતું કે ‘જદોં હસે તન લગે તુ ખુશી કપૂર.’ તેનો અર્થ છે, ‘જ્યારે તુ હસે છે, ત્યારે તુ ખુશી કપૂર જેવી દેખાય છે.’ આ સોન્ગ પછી તેમની ડેટિંગની અફવાઓ વધી ગઈ છે. ૨૨ વર્ષની ખુશી કપૂરનું નામ હાવ ૩૦ વર્ષના એપી ધિલ્લોન સાથે જોડાયું છે.

જોકે, એપી ધિલ્લોન સાથે ડેટિંગના સમાચાર પર ખુશી કપૂર તરફથી કોઈ રિએક્શન આવ્યું નથી. હવે આ સમાચારમાં કેટલી હકીકત છે તે તો એક્ટ્રેસ જ જણાવી શકશે. ફેન્સ આ બાબતે તેમના રિએક્શન આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જોકે, ખુશી ડેબ્યૂ કરવાની છે. તેની ડેબ્યૂ ફિલ્મ ‘ધ આર્ચીઝ’ ઝોયા અખ્તર દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.