નિમૃત કૌરની લોટરી લાગી, મળી ગઈ ફિલ્મની ઓફર

ફિલ્મી દુનિયા

મુંબઈ, એકતા કપૂરને બિગ બોસ સાથે જૂનો સંબંધ છે. બિગ બોસની ગઈ સિઝનની કન્ટેસ્ટન્ટ અને વિનર તેજસ્વી પ્રકાશને એકતા કપૂરે પોતાની પોપ્યુલર ટીવી સીરિયલ નાગિનમાં લીડ એક્ટ્રેસનો રોલ આપ્યો હતો. અને હવે એકતા કપૂર આ સિઝનમાં પણ કાસ્ટિંગ માટે આવી રહી છે. પાછલા ઘણાં સમયથી અટકળો ચાલી રહી છે કે એકતા કપૂર આ સિઝનના કન્ટેસ્ટન્ટ્સમાંથી ૧-૨ને રોલ ઓફર કરશે. મેકર્સે શેર કરેલા પ્રોમો અનુસાર, આજના એપિસોડમાં એકતા કપૂર દિબાકર બેનર્જી સાથે રિયાલિટી શૉમાં જોવા મળશે.

પ્રાપ્ત જાણકારી અનુસાર લવ સેક્સ ઔર ધોખા ફિલ્મની સફળતા પછી એકતા આ ફિલ્મનો બીજો ભાગ બનાવવા જઈ રહી છે. શકય છે કે બિગ બોસના મંચ પરથી તે દિબાકર બેનર્જી સાથે મળીને આ ફિલ્મની સત્તાવાર જાહેરાત કરે. અને જો રિપોર્ટ્સ સાચા સાબિત થાય તો આ ફિલ્મ માટે નિમૃત કૌર આહલુવાલિયાને પસંદ કરવામાં આવી છે.

આજે એકતા કપૂર બિગ બોસ ૧૬માં જોવા મળશે. તે સલમાન સાથે પણ વાતચીત કરશે અને પછી ઘરમાં પણ જવાની છે. રિપોર્ટ્સ અનુસાર, એકતા કપૂર ટીવી અભિનેત્રી નિમૃત કૌર આહલુવાલિયાને લવ સેક્સ ઔર ધોખા ૨ ફિલ્મ માટે લીડ એક્ટ્રેસ તરીકે કાસ્ટ કરશે. જો આ વાત સાચી છે તો નિમૃત કૌરની બોલિવૂડમાં એન્ટ્રી એકતા કપૂરની ફિલ્મ સાથે થશે.

આ દરમિયાન એકતા કપૂરે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર દિબાકર બેનર્જી સાથે એક તસવીર શેર કરી છે. પોસ્ટના કેપ્શનમાં એકતા કપૂરે લખ્યું છે કે, મનપસંદ ફ્રેન્ચાઈઝી શરુ કરવાની તૈયારી.#LSD2. નિમૃત કૌર આહલુવાલિયાની વાત કરીએ તો તેને ભલે બિગ બોસની નબળી કન્ટેસ્ટન્ટ માનવામાં આવે છે, પરંતુ તે ફિનાલે સુધી પહોંચવામાં સફળ સાબિત થઈ છે. આ પહેલા તે છોટી સરદારની નામની ટીવી સીરિયલમાં જોવા મળી હતી.

પ્રાપ્ત જાણકારી અનુસાર એકતા કપૂર નાગિનની અપકમિંગ સિઝન માટે પણ કાસ્ટિંગ કરશે. પ્રોમો અનુસાર, પ્રિયંકા, શિવ, નિમૃત અને અર્ચના પણ નાગિન માટે ઓડિશન આપી રહ્યા છે. હવે એકતા કપૂર કોને કાસ્ટ કરશે તે સત્તાવાર જાણકારી આજના એપિસોડમાં જોવા મળશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.