નવ્યા ફેમ સૌમ્યા સેઠે બોયફ્રેન્ડ સાથે કર્યા વ્હાઈટ વેડિંગ
મુંબઈ, સીરિયલ નવ્યાથી પોપ્યુલર થયેલી સૌમ્યા સેઠ માટે છેલ્લા કેટલાક વર્ષો ઘણા કપરા રહ્યા છે. ૨૦૧૭માં યુએસના અર્જુન કપૂર સાથે લગ્ન કર્યા બાદ તે તેના માટે એક્ટિંગ ઈન્ડસ્ટ્રી છોડી વિદેશમાં સ્થાયી થઈ ગઈ હતી. આ દરમિયાન તેણે દીકરા એડનને જન્મ આપ્યો હતો. જો કે, ત્યારબાદ જીવનમાં તકલીફો શરૂ થઈ હતી, પતિ તેના પર શારીરિક અને માસનિક ત્રાસ ગુજારતો હતો. જે બાદ તેણે ૨૦૧૯માં ડિવોર્સ લીધા હતા અને આ ઝંઝાળમાંથી કાયમ માટે મુક્તિ મેળવી હતી.
જો કે, તેના જીવનમાં ફરીથી ખુશીઓ આવી છે અને તેણે બોયફ્રેન્ડ શુભમ ચુહડિયા સાથે હાલમાં જ વ્હાઈટ વેડિંગ કરી લીધા છે. અમે બંનેએ અમારા પેરેન્ટ્સને ૨૧ જૂનનો દિવસ આપ્યો હતો. જ્યાં અમે તેઓ જે ઈચ્છતા હોય તે કરવા માટે સંમત થયા હતા. તેથી, તેમણે અમારી હલ્દી અને મહેંદી કરી હતી. ૨૨ જૂને અમે બંને વચનો લીધા હતા. કોઈ જ મહેમાન સામેલ નહોતા થયા. માત્ર અમારા બંનેના જીવનના અગત્યના લોકો જ હતા. શુભમ ચિત્તોડગઢનો છે. તે ડો. અંજુ ચૌહાણનો દીકરો છે,
જેઓ ત્યાં જાણીતી હોસ્પિટલ ચલાવે છે. વ્યવસાયે તે આર્કિટેક છે અને વોશિંગ્ટન ડીસીની એક કંપનીમાં કામ કરે છે. મારો દીકરો ઝડપથી નોટો થઈ રહ્યો હોવાથી હું મોટું ઘર શોધી રહી હતી. મેં ભાડે લીધેલા મોટા એપાર્ટમેન્ટમાં એક રૂમ ભાડે આપવાનું નક્કી કર્યું અને અહીંયા શુભમની એન્ટ્રી થઈ હતી. હાઉસમેટ્સમાંથી અમે મિત્રો બન્યા હતા અને કોરોના મહામારી દરમિયાન ક્લોઝ આવ્યા હતા. તે સમયે અમે સાથે રહેવાનું નક્કી કર્યું હતું. ના જરાય નહીં! મને કોઈ શંકા નહોતી, કારણ કે હું તેની સાથે સામાન્ય રહેતી હતી. તે અમારા માટે એક કોયડામાં પર્ફેક્ટ રીતે ફિટ થવા જેવું હતું.
જ્યારે હું પાછું વળીને જોઉં છું ત્યારે મને લાગે છે કે જે કંઈ પણ થયું તે એટલા માટે હતું કારણ કે હું આજે જ્યાં છું તે માટે મહત્વનું હતું. અમુક વખતે હું આશ્ચર્યચકિત થઈ જાઉં છું અને કયારેક લાગે છે કે, હું હંમેશાથી જાણતી હતી કે વસ્તુઓ આ રીતે હોવી જોઈએ! એડનને શુભમ પહેલા દિવસથી ગમે છે. તેઓ બેસ્ટ ફ્રેન્ડ્સ છે. તે અમારા લગ્ન માટે તૈયાર હતો. એડન જાણે છે કે તે શુભમ પર પૂરી રીતે ભરોસો કરી શકે છે. અમારા લગ્નમાં બધાને સારી રીતે તૈયાર થયેલા જોઈને તે ખુશ થયો હતો.