૬૫ મજૂરોને બચાવવાની સ્ટોરી છે ‘મિશન રાણીગંજ’

ફિલ્મી દુનિયા

મુંબઈ, બોલિવૂડનો ખિલાડી અક્ષય કુમાર છેલ્લા કેટલાક સમયથી તેની આગામી નવી ફિલ્મ મિશનગંજ રાણીગંજઃ ધ ગ્રેટ ભારતને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મ માઈનિંગ એન્જિનિયર જસવંત સિંહ ગિલ પર આધારિત છે. સોમવારે, નિર્માતાઓએ આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કર્યું. ટ્રેલરમાં અક્ષય જસવંત સિંહના રોલમાં જોવા મળી રહ્યો છે.ટ્રેલરમાં બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે એક વ્યક્તિએ કોલસાની ખાણમાં ફસાયેલા ઘણા લોકોના જીવ બચાવ્યા.

૭ સપ્ટેમ્બરના રોજ મેકર્સે આ ફિલ્મનું દમદાર ટીઝર રિલીઝ કર્યું હતુ. જેની સ્ટોરીએ લોકોના મનમાં ઉત્સુક્તા જગાવી છે.સામે આવેલા ટ્રેલરથી ફિલ્મની સ્ટોરીને લઈ લોકો ચર્ચા કરી રહ્યા છે. જસવંત સિંહ ગિલના રોલમાં અક્ષય કુમાર ખુબ સુંદર લાગી રહ્યો છે.

ટ્રેલરમાં બતાવવામાં આવ્યું હતું કે ખાણમાં પાણી ભરાઈ જવાને કારણે કામદારો અંદર ફસાઈ જાય છે. તેમની સંખ્યા ૬૫ છે. શ્રમિકોના પરિવારજનો ચિંતિત છે. દરેક વ્યક્તિ તેમને બચાવવા માટે તેમના શ્રેષ્ઠ પ્રયાસો કરે છે. ત્યારે અક્ષય કુમાર પોતાનો પ્લાન રજૂ કરે છે. આ ટ્રેલર એકદમ પાવરફુલ લાગે છે. આ ફિલ્મમાં રવિ કિશન પણ છે. બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરા પણ આ ફિલ્મનો ભાગ છે. તે જસવંત સિંહ ગિલની પત્નીનો રોલ કરી રહી છે.

ફિલ્મની સ્ટોરી વર્ષ ૧૯૮૯ની છે. પશ્ચિમ બંગાળના રાનીગંજની એક ખાણમાં રાતના સમયે અંદાજે ૨૨૦ મજુરો કામ કરી રહ્યા છે. તે દરમિયાન દિવાલમાં બ્લાસ્ટ થાય છે. ત્યારબાદ ખાણમાં પાણી ભરાવવાનું શરુ થાય છે. આ ઘટનામાં જસવંત સિંહ ગિલ અનેક મજુરોના જીવ બચાવે છે.

મિશન રાનીગંજ ધ ગ્રેટ ભારત રેસ્કયુ ૬ ઓક્ટોમ્બરના રોજ રિલીઝ થશે. પહેલા આ ફિલ્મ કેપ્સૂલ ગિલના નામથી આવવાની હતી. પરંતુ ત્યારબાદ નામ બદલીને ધ ગ્રેટ ઈન્ડિયા રેસ્કયુ કરવામાં આવ્યું હતુ. પરંતુ ટ્રીઝર રિલીઝ થતા પહેલા ફરી એક વાર નામ બદલવામાં આવ્યું અને મિશન રાનીગંજ ધ ગ્રેટ ભારત રેસ્કયુ રાખવામાં આવ્યું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.