મલયાલમ અભિનેતા પૃથ્વીરાજ સુકુમારન ઘાયલ થતા હોસ્પિટલમાં દાખલ કરાયા
મલયાલમ અભિનેતા પૃથ્વીરાજ સુકુમારન તેની આગામી ફિલ્મ વિલાયત બુદ્ધના શૂટિંગ દરમિયાન અકસ્માતનો ભોગ બન્યા હતા.કોચીનના મારયૂરમાં વિલાયત બુદ્ધના સેટ પર એક્શન સિક્વન્સના શૂટિંગ દરમિયાન અભિનેતાને પગમાં ઈજા થઈ છે.ત્યારે આજે અભિનેતાની હોલ્ડર સર્જરી કરવામાં આવશે.જેમાં ડોક્ટનરી સલાહ મુજબ અભિનેતાએ થોડા અઠવાડિયા માટે કામ પરથી બ્રેક લેવો પડશે.આમ જો તેઓ થોડા દિવસ આરામ નહીં કરે તો સંપૂર્ણ સ્વસ્થ થવામાં લગભગ 2 થી 3 મહિનાનો સમય લાગી શકે તેમ છે.