ઉલ્ટા ચશ્માના માલવ રાજદા ડાયરેક્ટ કરશે નવો કોમેડી શો

ફિલ્મી દુનિયા

મુંબઈ,  તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા ૧૪ વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહી છે. અત્યાર સુધીમાં કેટલાય કલાકારો શો છોડી ચૂકયા છે. થોડા દિવસ પહેલા જ શરૂઆતથી શો ડાયરેક્ટ કરી રહેલા ડાયરેક્ટર માલવ રાજદાએ પણ સીરિયલને અલવિદા કહ્યું હતું. હવે માલવ રાજદાએ નવી જર્નીની શરૂઆત કરી છે. માલવ રાજદા ફરી એકવાર કોમેડી શો ડાયરેક્ટ કરશે એ પણ નવી ચેનલ માટે. સીરિયલ ‘પ્રોફેસર પાંડે કે પાંચ પરિવાર’ને માલવ રાજદા ડાયરેક્ટ કરશે. આ શોમાં સંદીપ આનંદ લીડ રોલમાં છે અને તેના પ્રોડયુસર દીયા અને ટોની સિંહ છે. નવી જર્ની શરૂ કરવા માટે ઉત્સાહિત માલવે વાત કરતાં કહ્યું, *તમારી જાતને નવીનતા આપતાં રહેવું જરૂરી છે.

હું ૧૪ વર્ષથી ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સાથે જોડાયેલો હતો. મને લાગ્યું કે, ક્રિએટિવિટીની દ્રષ્ટિએ હું અટકી ગયો હતો. હું નવી શરૂઆત કરવા માગતો હતો. ‘પ્રોફેસર પાંડે કે પાંચ પરિવાર’ પણ કોમેડી શો છે. નવી ટીમ સાથે નવી જર્ની શરૂ કરવા માટે ઉત્સાહિત છું. હું મારું શ્રેષ્ઠ આપીશ. માલવ રાજદાએ હાલમાં જ ઈન્સ્ટાગ્રામ પર શોના પ્રોડયુસરે સાથે તસવીર શેર કરીને નવી સફર માટેની ઉત્સુકતા વ્યક્ત કરી હતી. તેની પત્ની અને એક્ટ્રેસ પ્રિયા આહુજાએ પણ માલવને નવા સફર માટે શુભેચ્છા આપી હતી. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના કલાકારો જેવા કે, નિર્મલ સોની, સુનૈના ફોજદાર, જેનિફર મિસ્ત્રી, પલક સિદ્ધવાનીએ પણ માલવને શુભકામના આપી હતી.

દરમિયાન, ભારતીય ટેલિવિઝન પર કોમેડી શોઝની ગુણવત્તા ઘટી હોય તે વાત સાથે માલવ સહમત નથી. તેણે કહ્યું, *હાલ પ્રસારિત થતાં કોમેડી શોમાં કંઈક અલગ કરવું જરૂરી છે અને માત્ર વર્ષોથી ચાલ્યા આવતા ફોર્મેટને વળગી રહેવું યોગ્ય નથી. કોમેડી જોનરમાં ટીવી અને ઓટીટી પ્લેટફોર્મ પર ઘણું સારું કામ થઈ રહ્યું છે. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ઉપરાંત ગુલ્લક, વાગલે કી દુનિયા, પુષ્ના ઈમ્પોસિબલ જેવી સીરિયલો પણ સારું મનોરંજન પીરસી રહી છે. બે દશકા પહેલા જેવા કોમેડી શોઝ બનતા હતા એવા અત્યારે નથી બનતા એ વાત સાથે હું સહમત નથી. લોકોને હસાવવા સરળ નથી અને ટીવીના રાઈટરો તેમજ ક્રિએટિવ ટીમ ખૂબ સારું કામ કરી રહી છે. હવે હું નવી વસ્તુઓ કરીને ખુશ છું.*


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.