
મલાઇકાએ બેકલેસ ડ્રેસમાં ફ્લોટન્ટ કર્યુ પ્રાઇવેટ જગ્યા પર બનેલૂ ટેટૂ
મુંબઈ, બોલીવુડ એક્ટ્રેસ મલાઇકા અરોરા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. તે પોતાના બિન્દાસ અંદાજ, ફિટનેસ અને કમાલની ફેશન સેન્સને લઇને ચર્ચામાં રહે છે. હાલમાં જ ફરી એકવાર ૪૯ વર્ષી મલાઇકાનો હોટ લુક ઇન્ટરનેટ પર છવાયેલો છે. મલાઇકા અરોરાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. જેમાં તે બેકલેસ ડ્રેસમાં જોવા મળી રહી છે. તેણે આ ડ્રેસમાં પોતાનું લોઅર બેક ટેટૂ પણ ફ્લોન્ટ કર્યુ છે. મલાઇકાના આ અંદાજ પર તેના ફેન્સ ફિદા થઇ ગયા છે.
હકીકતમાં, હાલમાં જ મલાઇકા અરોરાને દુબઇની એક ઇવેન્ટમાં સ્પોટ કરવામાં આવી છે. આ ઇવેન્ટમાં મલાઇકાએ બ્લેક કલરનું ગાઉન પહેર્યુ હતુ. આ શાનદાર ગાઉન આખુ બેકલેસ હતુ. આ ગાઉનમાં મલાઇકાનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તેનું લોઅલ બેક ટેટૂ જોવા મળી રહ્યું છે. મલાઇકાનો આ હોટ વીડિયો સોશિયલ મીડિયા પર તાબડતોબ વાયરલ થઇ રહ્યો છે.
મલાઇકાના ટેટૂને કોમ્પ્લીમેન્ટ્સ મળી રહ્યાં છે. આ વીડિયો પહેલા પણ મલાઇકા પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ ટેટૂ ફ્લોન્ટ કરતી જોવા મળી છે. ૪૯ વર્ષની મલાઇકા સ્ટાઇલ આઇકન તો છે જ પરંતુ શાનદાર ફિટનેસ માટે પણ તેના ખૂબ વખાણ થાય છે. મલાઇકા યોગ દ્વારા પોતાને ફિટ રાખે છે અને તેના જિમ લુક્સના કારણે પણ ચર્ચામાં રહે છે. મલાઇકા અરોરા હાલમાં તેના શો ‘મૂવિંગ ઇન વિથ મલાઇકા’ને લઇને ચર્ચામાં હતી. આ શો પર તેણે પર્સનલ લાઇફ સાથે જોડાયેલી ઘણી રસપ્રદ વાતો શેર કરી હતી.