આરાધ્યા સાથે થઈ મહિમા ચૌધરીની દીકરીની સરખામણી
મુંબઈ, સામાન્ય લોકોની નજર હંમેશા માત્ર સેલેબ્સ નહીં પરંતુ સ્ટારકિડ્સ પર પણ રહે છે. જ્યારે પણ બોલિવુડ સેલેબ્સના બાળકો બહાર નીકળે છે ત્યારે ફોટોગ્રાફર્સ પણ તેમને કેમેરામાં કેપ્ચર કરવાની તક જતી કરતા નથી. તેમના વીડિયો અને તસવીરો જોતજોતામાં વાયરલ થઈ જાય છે અને કેટલીકવાર તેઓ ટ્રોલિંગનો શિકાર પણ બને છે. મહિમા ચૌધરીની જ વાત કરીએ તો, તે તેની દીકરી આર્યનાને લાઈમલાઈટમાં રાખવાની ઓછી પસંદ કરે છે.
પરંતુ જ્યારે પણ તે સ્પોટ થાય છે ત્યારે પોતાની કયૂટનેસથી બધાના દિલ જીતી લે છે. જો કે, હાલમાં જ્યારે તે મમ્મી સાથે એક ફિલ્મના સ્ક્રીનમાં પહોંચી ત્યારે કંઈક એવુ થયું કે તે નફરતનો શિકાર બની અને કેટલાક સોશિયલ મીડિયા યૂઝર્સે તો તેની સરખામણી ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનની દીકરી આરાધ્યા સાથે પણ કરી દીધી. વાત એમ છે કે, હાલમાં જ વિદ્યુત જામવાલની ફિલ્મIB7નું સ્ક્રીનિંગ યોજાયું હતું. જેમાં મહિમા ચૌધરી દીકરી આર્યના ચૌધરી સાથે પહોંચી હતી.
એક્ટ્રેસે બેઝ કલરના કો-ઓર્ડ સેટની સાથે જેકેટ પહેર્યું હતું. આ સાથે તેણે વાળ ખુલ્લા રાખ્યા હતા અને મિનિમલ જ્વેલરી પહેરી હતી. તો આર્યના પણ વ્હાઈટ કો-ઓર્ડ સેટમાં કયૂટ લાગતી હતી. પરંતુ તેની હેરસ્ટાઈલ પર કેટલાકની નજર અટકી, તેના જેવા જ ફ્રિંજ કટ આરાધ્યાને પણ છે અને તે પણ નાનપણથી. કોઈએ તેને ટ્રોલ કરી તો કોઈએ તેના વખાણ કર્યા. એક યૂઝરે લખ્યું ‘નાની છોકરી તેની મમ્મીની જેમ કયૂટ છે’, એક યૂઝરે લખ્યું ‘આરાધ્યા કરતાં સુંદર લાગે છે’ તો એકે લખ્યું ‘બસ હેરસ્ટાઈલ આરાધ્યાની કોપી કરી છે તેણે, બાકી તેના કરતાં કયાંય સારી લાગે છે’, એક યૂઝરે મહિમા અને આર્યના મા-દીકરી નહીં
પરંતુ બહેનપણીઓ લાગતી હોવાનું લખ્યું. એકે લખ્યું ‘મમ્મી સુંદર છે પરંતુ દીકરી તેને પણ ટક્કર મારે છે’ અન્ય એક યૂઝરે આર્યનાને ઐશ્વર્યાની દીકરી કહી. આર્યના અને આરાધ્યા બોલિવુડના પોપ્યુલર સ્ટારકિડ્સમાંથી એક છે અને ઘણીવાર ઈવેન્ટમાં તેમની મમ્મીઓ સાથે જોવા મળે છે. મહિમાની દીકરીને ઘણા લોકો તેની કાર્બન કોપી કહી રહ્યા છે જ્યારે આરાધ્યા તેના હેર કટ માટે અવારનવાર ટ્રોલ થતી રહે છે. આ સિવાય ઐશ્વર્યા જ્યાં પણ જાય ત્યાં આરાધ્યાનો હાથ પકડી રાખે છે.
આ વાત પણ ઘણાને ખટકે છે. હાલમાં આરાધ્યા ત્યારે ચર્ચામાં આવી હતી જ્યારે તેણે પોતાની હેલ્થને લગતા ફેક ન્યૂઝ શેર કરવા માટે એક યૂટયૂબ ચેનલ સામે દિલ્હી હાઈકોર્ટમાં કેસ કર્યો હતો. આદેશમાં કોર્ટે યૂટયૂબ ચેનલને આરાધ્યાની હેલ્થ સંબંધિત કોઈ પણ કન્ટેન્ટ શેર કરવાથી બચવા કહ્યું હતું.