કોના ડરથી બચ્ચને ડીલીટ કરવું પડ્યું કંગનાની ફિલ્મના પ્રોમોનું ટ્વીટ?

ફિલ્મી દુનિયા

કંગના રનૌત હાલમાં પોતાની ફિલ્મ ‘ધાકડ’નું પ્રમોશન કરી રહી છે. આ ફિલ્મમાં કંગના ઉપરાંત અર્જુન રામપાલ, શાશ્વત ચેટર્જી અને દિવ્યા દત્તા પણ મુખ્ય ભૂમિકામાં છે. ધાકડનું ટ્રેલર અને પહેલું ગીત ‘શી ઇઝ ઓન ફાયર’ રિલીઝ થઈ ગયું છે, જેને દર્શકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

કેટલીક મિનિટો બાદ બચ્ચને ટ્વીટ ડીલીટ કરી દીધું

અમિતાભ બચ્ચને પણ કંગાની ફિલ્મના ટીઝરને સોશિયલ મીડિયા પર શેર કર્યું હતું. જેનું શીર્ષક ‘શી ઇઝ ઓન ફાયર’ હતું. તેમણે અભિનેત્રી અને આખી ટીમને શુભકામનાઓ પણ આપી હતી, પરંતુ કેટલીક મિનિટો બાદ જ બચ્ચને પોતાની પોસ્ટ ડિલિટ કરી દીધી. અમિતાભના આ પ્રકારના વલણ પર લોકો પ્રશ્ન ઉઠાવી રહ્યા છે. જેના પર બીગ-બીએ કોઈ પ્રતિક્રિયા આપી નથી, પરંતુ ધાકડ અભિનેત્રી કંગનાએ આ મામલે પોતાની પ્રતિક્રિયા આપી છે.

આ ઇન્ડસ્ટ્રીમાં શક્તિશાળી લોકો છે

કંગના રનૌતે એક ઇવેન્ટ દરમિયાન બીગ-બીની આ હરકત પર વાત કરી. કંગનાને પુછવામાં આવ્યું કે, ધાકડની પ્રશંસા બોલીવુડ હસ્તીઓએ કેમ ના કરી? આનો જવાબ આપતા કંગનાએ કહ્યું કે, “આ ઇન્ડસ્ટ્રીમાં શક્તિશાળી લોકો છે, પરંતુ ક્યાંકને ક્યાંક લોકોમાં ઘણી વધારે વ્યક્તિગત અસુરક્ષા છે. કેટલાક લોકોને એ વાતનો ડર છે કે મારી અથવા મારી ફિલ્મની પ્રશંસા કરશે તો તેમને ઇન્ડસ્ટ્રીથી બૉયકોટ કરી દેવામાં આવશે.”

સારી ફિલ્મોની પ્રશંસામાં હું પાછળ નથી રહતી – કંગના

કંગનાએ આગળ કહ્યું કે, “લોકોની પસંદ અને નાપસંદ હોઈ શકે છે, પરંતુ અમિતાભ બચ્ચને જે કર્યું તેનાથી હું પણ ચોંકી ગઈ છું. તેમણે 5 મિનિટની અંદર જ મારી ફિલ્મનું ટ્રેલર હટાવી દીધું. કંગનાએ કહ્યું કે, અમિતાભ જેવા મોટા વ્યક્તિત્વ પર કોનો દબાવ હશે? કંગનાએ એમ પણ કહ્યું કે, તે સારી ફિલ્મોની પ્રશંસા કરવામાં ક્યારેય પાછળ નથી હોતી. કરણ જોહરની ‘શેરશાહ’ હોય, વિવેક અગ્નિહોત્રીની ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ હોય કે પછી એસએસ રાજામૌલીની ‘RRR’ હોય, તેણે હંમેશા સારી ફિલ્મોની પ્રશંસા કરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.