મુંબઈની સૌથી મોંઘી બિલ્ડિંગમાં રહે છે કિયારા અડવાણી

ફિલ્મી દુનિયા

મુંબઈ, કિયારા અડવાણી મુંબઈ શહેરની સૌથી મોંઘી અને ફેમસ બિલ્ડિંગમાં રહે છે. જ્યાંથી મહાલક્ષ્મીથી હાજીઅલી દરગાહ, રેસકોર્સ અને સમુદ્રનો નજારો સ્પષ્ટ દેખાય છે. દમદાર એક્ટિંગના દમ પર બોલિવૂડમાં જગ્યા બનાવનારી કિયારા અડવાણી હંમેશાં ચર્ચામાં રહે છે. ક્યારેક પોતાની પ્રોફેશનલ લાઈફને લઈને તો ક્યારેક પોતાની પર્સનલ લાઈફને લઈને. કબીર સિંહ, શેરશાહ અને ભૂલ ભુલૈયા ૨માં એક્ટ્રેસની એક્ટિંગે બધાને આશ્ચર્યચકિત કરી દીધા હતા અને હવે તેનું નામ સિદ્ધાર્થ મલ્હોત્રાની સાથે જાેડવામાં આવી રહ્યું છે. જાે કે બંનેએ હજી સુધી પોતાના સંબંધો વિશે કંઈ કહ્યું નથી.

કિયારા સમયની સાથે ફેમસ બનતી જાય છે જેના વિશે દરેક કોઈ જાણવા માગે છે. સૌથી વધારે લોકો એ જાણવા માગે છે કે એક્ટ્રેસ ક્યાં રહે છે. તો આજે અમે તમને જણાવીશું કે કિયારા ક્યાં અને કેવી રીતે રહે છે અને તેનું ઘર કેવું દેખાય છે. કિયારા અડવાણી પ્લેનેટ ગોધરેજમાં રહે છે, જે મુંબઈ શહેરના મહાલક્ષ્મી વિસ્તારમાં છે. પ્લેનેટ ગોધરેજમાં ૫૧ માળ છે, જેમાં ૨,૩ અને ૩ બીએચકેવાળા ૩૦૦થી વધુ એપાર્ટમેન્ટ છે. આ શહેરની સૌથી મોંઘી અને ફેમસ બિલ્ડિંગમાંની એક છે. કિયારાના ઘર મહાલક્ષ્મીથી હાજીઅલી દરગાહ, રેસકોર્સ અને સમુદ્રનો નજારો સુંદર દેખાય છે. કિયારાનું ઘર ઘણું સુંદર છે. વ્હાઈટ થીમ પર બનેલો તેનો લિવિંગ એરિયા ઘરની સુંદરતામાં ચાર ચાંદ લગાવી દે છે.

કિયારા અડવાણી હંમેશાં સોશિયલ મીડિયા પર પોતાના ઘરની તસવીર પોસ્ટ કરતી રહે છે. જાે કે, તે દર વખતે પોતાની સ્ટાઈલથી લોકોનું દિલ જીતી લે છે. હવે એ વાતથી ઈનકાર ન કરી શકાય કે એક્ટ્રેસ જેટલી સુંદર છે એટલું જ સુંદર તેનું ઘર પણ છે. તેના ઘરમાં એક મોટી બાલકનિ પણ છે જેને એક્ટ્રેસે સુંદર છોડથી સજાવી છે. તેની બાલકનીથી મુંબઈનો સુંદર નજારો દેખાય છે. સવારની ચા માટે તે એકદમ પરફેક્ટ જગ્યા છે. કિયારાના ઘરમાં લાગેલા સુંદર મિરર આ વાતનો પૂરાવો છે કે એક્ટ્રેસને મિરર આર્ટથી ઘણો પ્રેમ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.