કેટરીના-વિકીએ લગ્ન બાદ પહેલી લોહરી સાથે મનાવી

ફિલ્મી દુનિયા

મુંબઇ,  નવદંપતી કેટરીના કૈફ અને વિકી કૌશલે લગ્ન બાદની પહેલી લોહરી સાથે મનાવી હતી. કપલે તેમના સોશિયલ મીડિયા હેન્ડલ પર ફેન્સને તેમના સેલિબ્રેશનની ઝલક દેખાડી છે. લોહરીની ઉજવણી બાદ કેટરીના કૈફે તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર પતિ વિકી કૌશલ સાથેની કેન્ડિડ ક્ષણોની તસવીરો શેર કરી છે.

તસવીરોમાં, કેટરીના કૈફ લાલ કલરના ડ્રેસ અને જેકેટમાં જાેવા મળી રહી છે જ્યારે વિકી કૌશલે સ્વેટશર્ટ અને ટ્રેક પેન્ટ પહેર્યું છે. એક તસવીરમાં કેટરીનાને વિકીની નજીક ઉભેલી જાેઈ શકાય છે, જ્યારે તેણે તેના હાથ તેની ફરતે વીંટાળ્યા છે. અન્ય તસવીરમાં બંને એકબીજા સામે જાેઈને પોઝ આપી રહ્યા છે. તસવીરોમાં કપલ એકબીજા સાથે અત્યંત ખુશ લાગી રહ્યું છે. કેટરીના કૈફ અને વિકી કૌશલ બંને તેમના પ્રોજેક્ટ્‌સમાં હોવા છતાં દરેક પહેલા તહેવારને સાથે મનાવી રહ્યા છે.

વિકી કૌશલ હાલ ઈન્દોરમાં તેની અપકમિંગ ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો છે અને આ દરમિયાન તેમના લગ્નને એક મહિનો થતાં કેટરીના તેની પાસે ત્યાં પહોંચી ગઈ હતી. એક્ટ્રેસે ત્યાંથી પતિ સાથેની સુંદર તસવીર પણ શેર કરી હતી. વિકી કૌશલે પણ તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર પત્ની કેટરીના કૈફ સાથેની તસવીર શેર કરી છે. આ સાથે તેણે ફેન્સને લોહરીની શુભેચ્છા પાઠવી છે. તો ગયા મહિને ૨૫મી ડિસેમ્બરે લગ્ન બાદની પહેલી ક્રિસમસ કેટરીના કૈફ સાથે મનાવવા વિકી કૌશલ તેના શૂટિંગમાંથી બ્રેક લઈને મુંબઈ આવી ગયો હતો. કપલે મિત્રો સાથે પર્વની ઉજવણી કરી હતી.

કેટરીના કૈફ અને વિકી કૌશલે છેક સુધી તેમના લગ્નની વાત છુપાવી હતી. કપલે ૯મી ડિસેમ્બર, ૨૦૨૧ના રોજ રાજસ્થાનના સિક્સ સેન્સિસ ફોર્ટ બરવાડામાં શાહી અંદાજમાં લગ્ન કર્યા હતા. જેમાં માત્ર પરિવારજનો અને મિત્રોને જ આમંત્રિત કર્યા હતા. લગ્ન બાદ કેટરીના અને વિકીએ ફંક્શન દરમિયાનની તસવીરો શેર કરીને ફેન્સને ખુશ કરી દીધા હતા. પ્રોફેશનલ ફ્રંટની વાત કરીએ તો, કેટરીના ખૂબ જલ્દી સલમાન ખાન સાથે ફિલ્મ ‘ટાઈગર ૩’ના આગામી શિડ્યૂલનું શૂટિંગ શરૂ કરશે. બીજી તરફ વિકીએ સારા અલી ખાન સાથેની ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દીધું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.