
કસૌટી જિંદગી કેની એરિકા ફર્નાડિસ છોડી દીધો શૉ
મુંબઈ, કસૌટી જિંદગી કે-૨ અને કુછ રંગ પ્યાર કે એસી ભી જેવી હિટ ટીવી શૉમાં કામ કરી ચૂકેલી એક્ટ્રેસ એરિકા ફર્નાડિંસે દુબઈમાં પોતાનું નવુ ખરીદ્યું છે. એક્ટ્રેસ હવે ઈન્ડિયાથી દુબઈ શિફ્ટ થઈ ચૂકી છે. એરિકા છેલ્લા ઘણા મહિનાથી દુબઈમાં રેસિડેન્ટ તરીકે જ રહી રહી છે. એક્ટ્રેસ પોતાના કામ માટે ભારત આવે છે અને કામ પતાવ્યા બાદ તે દુબઈ પરત ફરી જાય છે. એરિકાને લાગે છે, કે ગોરેગાવથી નાયગૉન પહોંચવા બદલે દુબઈથી ઈન્ડિયા ઝડપથી આવી શકાય છે.
દુબઈ શિફ્ટ થવા પાછળનું કારણ દર્શાવતા એરિકા ફર્નાડિસે જણાવ્યુ હતુ કે,’ હું ગ્રોથની શોધમાં હતી. હું અનુભવતી હતી કે, મારો ગ્રોથ અટકી ગયો છે અને હું વધુ કામ કરવા માંગતી હતી અને મારે વધુ ગ્રોથ જોઈતો હતો.મારે મારા માટે એક વધુ નિર્ણય કરવાનો હતો અને તેથી મેં આ નિર્ણય લીધો. અહીં દુબઈમાં હું ઘણુ બધુ કરી રહી છું.Ericaએ કહ્યુ, ‘દુબઈહંમેશા મારા માટે ઘર રહ્યું છે, આ કારણે હું એમ નહીં કહુ કે, આ મારા ફંફર્ટઝોનની બહાર છે. દુબઈમાં મારો પરિવાર છે,
અહીં રહેવા માટે મને વિચારીને ડર નથી લાગતો. જો કે, વર્ક કમિટમેન્ટ માટે હું ઈન્ડિયા ટ્રાવેલ કરુ છું. કેટલા ફેક્ટને ધ્યાને રાખીને એરિકાનું માનવુ છે કે, દુબઈ એક ખૂબસુરત જગ્યા છે, અહીં એક ગ્લોબલ હબ છે, આ ગ્લોબલ હબની નીચે કેટલીય રાષ્ટ્રીયતા છે. અહીં એક દેશમાં રહીને વિભિન્ન સંસ્કૃતિ વિશે જાણવા મળે છે. બુનિયાદી ઢાંચો અભૂતપૂર્વ છે. છેલ્લા કેટલાય મહિનાથી હું અહીં રેસિડન્ટ તરીકે સ્થાયી થઈ છું અને મારો અહીં સારો અનુભવ છે.