
કાર્તિક આર્યન સ્ટેજ શોમાં પરફોર્મન્સ દરમિયાન ઈજાગ્રસ્ત થયો
બોલીવુડ અભિનેતા કાર્તિક આર્યન લાઈવ સ્ટેજ શો દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો.જેમાં તેની એન્કલ વળી ગઈ હતી,જેના કારણે તેને ઈજા થઈ હતી.જેમાં તેઓ લગભગ 20-30 મિનિટ સુધી અસહ્ય પીડામાં હોવાછતાં તે શાંત રહ્યો હતો.ત્યારે કાર્તિકની સ્થિતિ વર્તમાનમા પહેલા કરતા સારી છે.કાર્તિક આર્યન દરેક ફિલ્મ કે ગીતમાં એવો ડાન્સ કરે છે કે તે ટ્રેન્ડ થવા લાગે છે.હાલમાં કાર્તિક પાસે ઘણી ફિલ્મો છે.ત્યારે આગામી સમયમાં કાર્તિક કેપ્ટન ઇન્ડિયા,સત્યપ્રેમ કી કથા,લુકા છુપી-2 અને નિર્દેશક કબીર ખાન સાથે ફિલ્મમાં જોવા મળશે.